Ahmedabad: ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી મનપસંદ જીમખાનામાં જુગારધામ ચાલતુ હોવાની ચર્ચા, કેસની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ સામે લેવાશે પગલાં?

મનપસંદ જીમખાનામાં જુગારધામ ચલાવવા માટેની મંજૂરી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જે મંજૂરી આપનાર એક નહીં પણ અનેક ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી ચાલતું હતુ.

Ahmedabad: ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી મનપસંદ જીમખાનામાં જુગારધામ ચાલતુ હોવાની ચર્ચા, કેસની તપાસમાં ઉચ્ચ અધિકારીઓ સામે લેવાશે પગલાં?
Manpasand Gymkhana Gambling Case
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 17, 2021 | 11:41 AM

દરિયાપુરમાં આવેલ મનપસંદ જીમખાના (Manpasand Gymkhana)માં તાજેતરમાં જ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી 180થી પણ વધુ જુગારીઓ અને 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં પોલીસ વડા આશિષ ભાટિયાએ દરિયાપુર પોલીસ મથકના પી.આઈ આર.આઈ.જાડેજા, પીએસઆઇ કે.સી.પટેલ અને ડીસ્ટાફના 14 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે, ત્યારે બીજી બાજુ શહેરમાં દારૂ અને જુગારની બદીઓ અટકાવવા માટેનો પોલીસ કમિશનરનો PCB સ્કૉર્ડની નિષ્કાળજી દાખવવા બદલ માત્ર 9 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે.

પીસીબી સ્કૉર્ડને બચાવી લઈ સ્થાનિક પોલીસ મથકના નાના કર્મચારીઓનો ભોગ લેવાયો છે. આ કઈ રીતની નીતિ કહેવાય જેને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનપસંદ જીમખાનામાં જુગારધામ ચલાવવા માટેની મંજૂરી ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. જે મંજૂરી આપનાર એક નહીં પણ અનેક ઉચ્ચ અધિકારીઓના આર્શીવાદથી ચાલતું હતુ. જે અધિકારીઓના નામ પોલીસ બેડામાં નાના કર્મચારીઓથી લઈ તમામ લોકોને ખબર છે છતાં પણ નિર્દોષ સ્થાનિક પોલીસ મથકના પી.આઈ, પી.એસ.આઈ સહિતના સ્ટાફને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

જો કે જુગાધામ ચલાવવા લાખો રૂપિયાનું ભરણ પણ અનેક અધિકારીઓને ડાયરેક્ટ જતું હતું. જેમાં સ્થાનિક પોલીસની કોઈપણ સંડોવણી નથી છતાં પણ નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી ફરી એક વખત મોટા અધિકારીઓને બચાવી લેવામાં આવ્યાં છે. શહેરના એક ઉચ્ચ અધિકારી દ્વારા સ્થાનિક પોલીસ મથકના પી.આઈ અને તેની ઉપરના અધિકારીઓને મનપસંદ જીમખાનામાં ચાલતું જુગાર ધામ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવા માટેની સૂચના આપી હતી. જેથી સ્થાનિક પોલીસ મથકના હાથ બંધાયેલા હતા.

જો કે સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પીસીબી સ્કૉર્ડે પણ 70 જેટલા જુગારીઓને બેસાડી શકવાનું કહ્યુ હતુ. આમ મનપસંદ જીમખાનામાં કોઈ પોલીસ કે એજન્સી રેડ પાડવા પહોંચે એ પહેલા જ મળતિયા પોલીસકર્મીઓ દ્વારા મનપસંદ જીમખાનામાં જાણ થઈ જતી હતી. તે રીતનું આખું સેટિંગ ગોઠવી રાખ્યું હતુ. જેથી આખી રેડ ફેઈલ થઈ જાય.

પોલીસ અધિકારીઓને હપ્તા પહોંચાડવાનું કામ નિવૃત પોલીસ કર્મી કરતા!

ગાંધીનગરના નિવૃત બે પોલીસ કર્મચારીઓ ભેગા મળી પોલીસ અધિકારીઓને હપ્તા પહોંચાડતા હતા. જો કે જુગાર ધામના હપ્તા માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગાંધીનગર સુધી પહોંચતા હતા. એટલું જ નહીં અમિત નામનો વ્યક્તિ સ્થાનિક લોકોને અને સ્થાનિક નેતાઓને પણ હપ્તા પહોંચાડવાનું જ મેનેજમેન્ટ કરતો હતો. ત્યારે મલાઈદાર હપ્તા લેનાર ઉચ્ચ અધિકારીઓથી લઈ એજન્સીઓ છે છતાં પણ સ્થાનિક પીઆઈ, પીએસઆઈનો ભોગ લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે જુગારધામનો પોલીસ હપ્તો પહોંચાડનાર નિવૃત પોલીસ કર્મચારી અગાઉ ગાંધીનગર એલ.સી.બી અને અલગ અલગ જગ્યાના વહીવટદાર રહી ચુક્યા છે. મનપસંદ જીમખાનાની આડમાં જુગાર ધામ ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામમાં પટેલ, સતીષ ઠક્કર, શંભુ દેસાઈ અને મુળૂભા ચાર ભેગા મળી જૂગારધામ ચલાવતા હતા. જેમાં પોલીસનો વિશ્વાસુ અને બાતમીદાર અલ્તાફ બાસીનો ભાગ ચાલતો હતો. આરોપી ગોવિંદ ઉર્ફે ગામાએ જુગારધામ ચલાવવા દરિયાપુરની મોટા વાધજીપુરાની પોળમાં મોટાભાગના મકાનો ભાડે લઈ લીધા હતા.

જો કે મનપસંદ જીમખાના જુગારધામ ચલાવતા આરોપીઓ દ્વારા શહેરના ઉચ્ચ અધિકારીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતુ અને ઘરવખરીથી લઈ તમામ સુવિધા આપતા હતા. જો કે અત્યાર સુધી 12 વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડ્યા છે. જે દરોડા પાડ્યાના થોડા સમયમાં આરોપીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ કરી ફરી જુગારધામ ધમધમતું થઈ જતું હતુ.

પોલીસ બેડામાં ચર્ચા થઈ રહી છે કે કચેરીમાં બેઠા એક પીઆઈ કરોડો રૂપિયાની જમીન બાબતે એક ઉચ્ચ અધિકારી જોડે મનદુઃખ થયા પછી અચાનક પીઆઈ રજા પર ઉતરી ગયા અને જુગારધામમાં રેડ પડાવી જમીનવાળી મેટર ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ જુગારધામના પૈસા મોટા અધિકારીઓએ ‘મિલ બાટકે ખાયા હૈ’ અને ભોગવું પડયું નાના અધિકારીને છે. ત્યારે ચર્ચા થઈ રહી છે કે દરિયાપુર પોલીસ મથકના વહીવટદારોને સસ્પેન્ડ ના કર્યા અને આખા ડિસ્ટાફને સસ્પેન્ડ કરી દીધો.

આ પણ વાંચો: AHMEDABAD : ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય, શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમીંગ કરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">