એન્કાઉન્ટર એટલે શું ? કેવી રીતે થાય છે એન્કાઉન્ટર ? જાણવા માટે વાંચો આ અહેવાલ
સામાન્ય રીતે, જ્યારે એન્કાઉન્ટરની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે પોલીસ સીધા હથિયારનો ઉપયોગ કરતા પહેલા ગુનેગારને ચેતવણી આપે છે, અને પછી હવામાં ગોળીબાર કરે છે.

Encounter: માફિયા અતીક અહમદનો પુત્ર અસદ અને શૂટર ગુલામ ઝાંસીમાં ડીએસપી નવેન્દુ અને ડીએસપી વિમલની આગેવાની હેઠળની યુપી એસટીએફ ટીમ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. બંને પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઈનામ હતું. ત્યારે એન્કાઉન્ટર શું હોય છે ? આવા સવાલોનો જવાબ જિજ્ઞાસુ લોકો જાણવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ અહેવાલમાં એન્કાઉન્ટર અંગેની માહિતી આપવામાં આવી છે. ક્રાઇમ ન્યુઝ અહીં વાંચો.
એન્કાઉન્ટર શું હોય છે ?
સામાન્ય રીતે બે પ્રકારના એન્કાઉન્ટર હોય છે, પ્રથમ જેમાં કોઈ ખતરનાક ગુનેગાર પોલીસ અથવા સુરક્ષા દળોની કસ્ટડીમાંથી ભાગી જવાનો પ્રયાસ કરે છે અને પોલીસે તેને રોકવા અથવા પકડવા માટે તેની સામે બંદૂકનો ઉપયોગ કરવો પડે છે.
બીજી તરફ એન્કાઉન્ટરનો બીજો પ્રકાર એ છે કે જ્યારે પોલીસ કોઈ ગુનેગારને પકડવા જાય છે અને તે પોલીસથી બચવા ભાગી જાય છે અને આવી સ્થિતિમાં પોલીસે જવાબી કાર્યવાહી કરવી પડે છે. આ સિવાય કોઈ ગુનેગાર પોલીસ પર હુમલો કરે તો પણ પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે.
સામાન્ય રીતે, જ્યારે એન્કાઉન્ટરની પરિસ્થિતિ ઊભી થાય છે, ત્યારે પોલીસ સીધા હથિયારનો ઉપયોગ કરતા પહેલા ગુનેગારને ચેતવણી આપે છે, અને પછી હવામાં ગોળીબાર કરે છે. જો આના પર પણ ગુનેગાર અટકતો નથી અને ભાગવાનો પ્રયાસ કરે છે અથવા પોલીસ પર હુમલો કરે છે તો તેને પગમાં ગોળી વાગી જાય છે, તેમ છતાં જો પરિસ્થિતિ કાબૂમાં ન આવે તો પોલીસ શરીરના અન્ય ભાગો પર ગોળીબાર કરે છે.
આ પણ વાંચો: Crime Patrol: જ્યારે લાલચ એક ઘાતક વળાંક લે છે ત્યારે શું થાય, જુઓ Video
2015માં સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે
નોંધનીય છેકે 2015માં સુપ્રીમ કોર્ટે પોલીસ એન્કાઉન્ટરને લઈને ગાઈડલાઈન્સ જાહેર કરી હતી, જેમાં દરેક એન્કાઉન્ટરની તપાસ ફરજિયાત બનાવી હતી. આ તપાસ સ્વતંત્ર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવે છે, અને આમાં સામેલ પોલીસકર્મીઓને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પ્રમોશન કે વીરતા પુરસ્કાર મળતો નથી.
સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર, CrPCની કલમ 176 હેઠળ, દરેક એન્કાઉન્ટરમાં મેજિસ્ટ્રેટની તપાસ ફરજિયાત છે. પોલીસકર્મીઓએ દરેક એન્કાઉન્ટર પછી ઉપયોગમાં લેવાતા હથિયારો અને ગોળીઓનો હિસાબ આપવો પડશે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર, અયોગ્ય એન્કાઉન્ટરમાં દોષિત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. જો ગુનેગારો સામે પગલાં લેવામાં ન આવે તો પીડિત સેશન્સ જજને તેની ફરિયાદ કરી શકે છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ક્રાઈમ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…