ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યા છે હથિયારો, પોલીસે કર્યો મોટો ખુલાસો

પોલીસે ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર રીતે હથિયારો વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે.

ફેસબુક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચાઈ રહ્યા છે હથિયારો, પોલીસે કર્યો મોટો ખુલાસો
ફાઈલ ફોટો

ફેસબુક (Facebook) અને સોશિયલ મીડિયાનો (Social Media) ઉપયોગ કરીને સફળતા મળી હોય તેવી ઘણી વાતો સામે આવી છે. પરંતુ રવિવારે કોલકાતામાં એક સનસનીખેજ કિસ્સો બહાર આવ્યો છે. કોલકાતા પોલીસે (Kolkata Police) ફેસબુક અને વોટ્સએપ (WhatsApp) જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર રીતે હથિયારો વેચવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ કિશન જયસ્વરા છે.

24 વર્ષીય આરોપી કિશન જયસ્વરા પર કોલકાતામાં ઉત્તર 24 પરગણાથી લાવવામાં આવેલા દેશી બનાવટનાં હથિયારો વેચવાનો આરોપ છે. આ સાથે પોલીસે તેની પાસેથી “8MM, KF” સાથે સિંગલ શૂટર ફાયરઆર્મ અને 7.5 સેમી જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યું કે, એક યુવક હથિયારો વેચવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેણે ફેસબુક પર તેનાથી સંબંધિત સંદેશ મુક્યો છે. તેને મણિકતલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના કેનાલ ઈસ્ટ રોડ પર ઓરોબિંદો સેતુ નજીકથી ધરપકડ કરવામાં આવી છે.

આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયો

આ અંગે 31મી જુલાઈએ મણિકતલ્લા પોલીસ સ્ટેશનની પોલીસે કેસ નોંધ્યો હતો. પોલીસે આર્મ્સ એક્ટની કલમ 25 (1B) (A)/29 હેઠળ કેસ નોંધ્યો છે. આરોપી 19/F હરીશ નિયોગી રોડ, કોલકાતા-67નો રહેવાસી છે. કોલકાતા પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હથિયારોના વેચાણની જાહેરાતો ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મુકવામાં આવી હતી.

હથિયારોની ખરીદી અને વેચાણનો ધંધો ચાલી રહ્યો હતો

કિશન જયસ્વરાના સાથીઓને પકડવા માટે પોલીસે ઉત્તર 24 પરગણાના ભાટપરામાં દરોડા પાડ્યા હતા. આરોપી અન્ય શસ્ત્રોના કેસોમાં પણ કથિત રીતે સંડોવાયેલો છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, હથિયારોની ખરીદી અને વેચાણ માટે કોલકાતામાં એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે. આ ફોટો તે ગ્રુપમાં પણ ઉપલબ્ધ કરાવાયો હતો. તસવીરમાં કોઈ ચહેરો ન હોવાથી પોલીસને તપાસમાં થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ વોટ્સએપ ગ્રુપ વિશે જાણ થતાં જ તેની તપાસ પણ કરવામાં આવી હતી. જે વ્યક્તિએ ગ્રુપમાં તે તસવીર પોસ્ટ કરી હતી તેને શોધી કાઢવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : રેસલર સોનમ મલિક પહેલો જ મુકાબલો હાર્યા,પુરુષ હૉકી ટીમ પણ ફાઇનલમાં જગ્યા ન મેળવી શકી

આ પણ વાંચો: Parliament Monsoon Session: કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ બાદ વિપક્ષની સંસદ સુધી સાયકલ માર્ચ, પી એમ મોદીએ કહ્યુ સંસદની ગરીમા જાળવી રાખો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati