Valasad : નશામાં ધૂત ચાર નાગાલેન્ડની યુવતીની પારડી પોલીસે કરી ધરપકડ, યુવતીઓ વડોદરામાં સ્પા પાર્લરમાં નોકરી કરે છે
Valasad : કોરોનાનો કહેર ધીમો થતાં જ દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ખાવાપીવાના શોખીનોના આંટાફેરા વધી રહ્યા છે.ત્યારે વલસાડ જિલ્લા પોલીસના હાથે રોજ પાર્ટીના શોખીનો દારૂ પીધેલી હાલતમાં કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે.
Valasad : કોરોનાનો કહેર ધીમો થતાં જ દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ખાવાપીવાના શોખીનોના આંટાફેરા વધી રહ્યા છે.ત્યારે વલસાડ જિલ્લા પોલીસના હાથે રોજ પાર્ટીના શોખીનો દારૂ પીધેલી હાલતમાં કે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઇ રહ્યા છે. એમાં વધુ એક કિસ્સો વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં નોધાયો છે. જેમાં વિદેશી દારૂની બાટલીઓ સાથે વડોદરાના એક સ્પામાં કામ કરતી ૪ યુવતીઓને ઝડપી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડના પારડી પોલીસ સ્ટેશન જાપ્તામાં ઉભેલી આ યુવતીઓને પાર્ટી કરવાનું ભારે પડ્યું છે. આ તમામ યુવતીઓ મૂળ નાગાલેન્ડની વતની છે. પરંતુ હાલ વડોદરામાં વસવાટ કરે છે. ત્યારે દારૂ સાથે ઝડપાયેલ આ યુવતીઓ દમણમાં ફરવા ગઈ હતી. દમણમાં છાંટો પાણી કરી બિન્દાસ્ત બરોડા પરત ફરી રહી હતી. વલસાડ જિલ્લાના પારડી પોલીસની ટીમ સંઘપ્રદેશ દમણ અને ગુજરાતની બોર્ડર પર આવેલી પાતલીયા ચેકપોસ્ટ પર ચેકિંગમાં હતા.
એ દરમિયાન જ પાતલીયા ચેકપોસ્ટ પર દમણ તરફથી આવી રહેલી એક કારને શંકાના આધારે અટકાવી હતી.આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બાટલી ભરેલી હતી.આથી પોલીસે અત્યંત ટૂંકા વસ્ત્રોમાં અને શરમજનક સ્થિતિમાં બેઠેલી યુવતી અને કાર ચાલકની અટકાયત કરી તમામને પારડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
પારડી પોલીસે પૂછપરછ કરતાં તમામ યુવતીઓ મૂળ નાગાલેન્ડની હોવાનું બહાર આવ્યું છે અને તેઓ કેટલાક સમયથી વડોદરાના એક સ્પામાં કામ કરે છે.તમામ યુવતીઓ વડોદરા ગોત્રી રોડ પર આવેલા નિરાલી એપાર્ટમેન્ટમાં એક સાથે રહેતી હતી અને મોજ મસ્તી કરવા અને ખાવાપીવાની પાર્ટી માટે તેઓ દમણ આવ્યા હતા. દમણમાં મોજ-મસ્તી કર્યા બાદ વડોદરા પરત ફરી રહ્યા હતા. એ વખતે જ પોતાની સાથે લાવેલા દારૂના જથ્થા સાથે વલસાડ જિલ્લાની પારડી પોલીસે તમામને ઝડપી લીધા હતા.
ત્સુગ્રો સોગલા વલી, કિલ્લો બેની બેન્તુંનગો નુગ્લી,મોઇન્લા તિકાશરું, પેતની વિથેપુ નામની યુવતીઓ અને તેમની સાથે કાર ચલાવી રહેલા વડોદરાના રાહુલ બુકિલને પોલીસે ૧૭ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા હતા.અંદાજે ત્રણ લાખથી વધુનાં મુદામાલ સાથે તમામની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.