VADODARA : બહુચર્ચિત સ્વીટી પટેલ કેસ, પીઆઇ અજય દેસાઈ અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવાશે

વડોદરા સ્વીટી પટેલ કેસમાં ક્રાઇમ બ્રાંચે ચોંકાવનારી હકકિત સામે આવી છે કે સ્વીટી પટેલ ગુમ થયાના ત્યારથી ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ આ કેસમાં ખાનગી રાહે તપાસ કરી રહી હતી.

VADODARA : બહુચર્ચિત સ્વીટી પટેલ કેસ, પીઆઇ અજય દેસાઈ અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવાશે
VADODARA: SweetY Patel case,
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:06 PM

VADODARA : ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ કેસમાં પીઆઇ અજય દેસાઈ અને કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. હત્યા, ગુનાહિત ષડ્યંત્ર અને મદદગારીની કલમો મુજબ કરજણ ખાતે નોંધાયો ગુનો છે. પકડાયેલ બંન્ને આરોપીઓને કોરોના રિપોર્ટ કરાવી સોમવારે વડોદરા ખાતે કોર્ટમાં રજૂ કરી પૂછપરછ માટે રિમાન્ડ મેળવાશે.

વડોદરા સ્વીટી પટેલ કેસમાં ક્રાઇમ બ્રાંચે ચોંકાવનારી હકકિત સામે આવી છે કે સ્વીટી પટેલ ગુમ થયાના ત્યારથી ક્રાઇમ બ્રાન્ચ પહેલેથી જ આ કેસમાં ખાનગી રાહે તપાસ કરી રહી હતી. જયાં ક્રાઇમ બ્રાંચ એક પછી એક પુરાવા એકત્રિત કરી રહી હતી. તેવામાં આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.પી ચુડાસમાએ ગણતરી દિવસમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો. જેમાં ક્રાઇમ બ્રાંચ થર્ડ ડીગ્રી ઉપયોગ કર્યા વગર જ આરોપીઓ ગુનો કબૂલી લીધો. ક્રાઈમ બ્રાન્ચે આગવી ઢબે કાઉન્સેલિંગ કરી ભેદ ઉકેલ્યો છે.

જેમાં હત્યા કરનાર પીઆઇ અજય દેસાઈને મદદ કરનારા કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજાની હત્યામાં મદદગારી કરી હોવાનું શરૂઆતમાં તપાસમાં ખુલ્યું હતુ. બાદમાં પૂછપરછમાં કિરીટસિંહ પોપટની જેમ બધુ બોલી ગયા હતો..જે પોલીસની ભાષામાં પણ ક્રાઈમ બ્રાન્ચે આકરી પૂછપરછ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સમગ્ર મામલે કિરીટસિંહ જાડેજા પોપટની માફક બોલી જતા ભેદ ઉકેલાયો હતો..અને ક્રોસ ઇન્ટ્રોગેશનમાં પીઆઇ અજય દેસાઈ ભાંગી પડતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. અગાઉના બે પીએસઆઈના દાખલા આપી પીઆઇ પાસે માહિતીઓ કઢાવી હતી.જો કે ભેદ ઉકેલવામાં કાઉન્સેલિંગ મહત્વનું પાસુ મહત્વનું રહ્યું હતું.

સ્વીટી પટેલની હત્યા કરવા માટે કિરીટસિંહ જાડેજાને અજય દેસાઈએ ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી મનાવ્યો હતો. ગર્ભવતી બેનને સળગાવવા માટે પી.આઈ દેસાઈ સાથે તેના માતા પિતા પણ આવવાની વાત કિરીટસિંહ કરી હતી.જોકે પીઆઇ દેસાઈ ગાડીમાં સ્વીટી પટેલની લાશ લાવી નાશ કરી દીધો જે બાદ પણ કિરીટસિંહ જાડેજાએ પીઆઇ દેસાઈ પૂછ્યું કે કેમ માતા-પીતા ના આવ્યાં,જેથી પીઆઇ દેસાઈ કહ્યુ કે કામમાં હતાં એટ્લે નથી આવ્યાં.

એટલું જ નહીં હત્યારો પીઆઇ પુછપરછ સામે આવ્યુ કે સ્વીટી લાશ લઇ અટાલી હોટલ નજીક નાશ કરવાનો હતો જે જગ્યા મળતી ન હતી. જે બાદ કિરીટસિંહ પાસે લાઈવ લોકેશન મગાવ્યું હતું. ત્યાં હોટલ પાસે પહોચી લાશ નાશ કર્યો હતો. હત્યારા પીઆઇ પુછપરછ ઘટસ્ફોટ થયો છે કે સ્વીટી સળગાવી લાશનો નાશ કરવા હાડકા પણ ફેંકી દીધાં હતાં.જેથી fslની ટિમ ફરી હોટલમાં તપાસ કરવા જશે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ પણ બહાર આવ્યું કે, હત્યાના દિવસે અટાલી હોટલ પાસે લોકોએ ધુમાડો જોયો હોવાનું તપાસ કરવા ગયેલી ટીમને જાણવા મળ્યું હતું. આ કેસમાં સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી પણ મહત્વની રહી હતી. સ્વીટી પટેલની હત્યા બાદ લાશ સળગાવી ત્યારે લાકડાના 5 ઢગલા હતા.

જેમાંથી એક જ ઢગલો વધ્યો હતો. જે મુખ્ય મુદ્દો કેસ ઉકેલવામાં મહત્વનો રહ્યો હતો..પીઆઇ દેસાઈએ લાશ સળગાવવા ખાંડ અને ઘી પણ મંગાવ્યું હતું.અજય દેસાઈ એપ્રિલ મહિનામાં જ સ્વીટી હત્યા કરવાનું પ્લાન કર્યું હતુ. જે હત્યા કરીને લાશને સગેવગે કરવાની હતી તે હોટેલમાં જગ્યા નક્કી કરી હતી.

સ્વીટી ગર્ભવતી થતા પીઆઈ દેસાઈ ગુસ્સે થયા હતા

પૂછપરછમાં સામે આવ્યું કે, અજય દેસાઈની પત્ની સ્વીટી આશરે પંદરેક દિવસના અંતરે જ ગર્ભવતી થતા બંને વચ્ચે તકરારો વધી હતી. જેથી આખરે અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરવાનો પ્લાન ઘડ્યો હતો..આરોપી અજય દેસાઈની સ્વીટી પટેલ સાથે પ્રથમ મુલાકાત 2015 માં એક મિત્ર સાથે પાર્ટીમાં થઈ હતી. જે બાદ બન્ને વચ્ચે મિત્રતા થતા જ ફુલહાર કરી લિવઈન રીલેશન રહેતાં હતાં. જેમાં બાળક જન્મ થયો હતો.

આ દરમિયાન ઓસ્ટ્રેલિયા જવા માટે સ્વીટીએ વાત કરતા અજય દેસાઈને હાશકારો થયો હતો. પણ આખરે સ્વીટી ન જતા બંન્ને વચ્ચે તકરારો વધી હતી. હત્યા કરવા પણ અજય દેસાઈએ એ જ કાર વાપરી હતી, જે સ્વીટીના જન્મદિવસે કાર ખરીદાઈ. હત્યા સમયે વાપરેલી કાર (જીપ કંપાસ) બીજાના નામે લઈને અજય દેસાઈ વાપરતો હતો.

ઉલ્લેખનીય છે કે પી.આઈ અજય દેસાઈ ના બીજી પત્ની પણ ગર્ભવતી થઈ તે સમયે લિવ-ઈન રિલેશનમાં રહેતી સ્વીટી પટેલ પણ ગર્ભવતી થતા જ ઝઘડો શરૂ થયો અને ઝઘડાની શરૂઆત હત્યા સુધી પહોચી ગઇ હતી.

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">