VADODARA : માત્ર 1 રૂપિયામાં ટ્રેન થંભાવી, લૂંટ કરતી શાતિર ગેંગની ધરપકડ

VADODARA : માત્ર 1 રૂપિયામાં ટ્રેન થંભાવી, લૂંટ કરતી શાતિર ગેંગની ધરપકડ
હરિયાણાની શાતિર ગેંગની ધરપકડ

VADODARA : માત્ર એક રૂપિયાના સિક્કાથી રેલ્વે ટ્રેન રોકી શકાય એ વાત તમે માની શકો ? ગળે ઉતરે તેવી વાત નથી. પરંતુ આ વાત સાચી છે ,વડોદરા રેલ્વે LCB ટીમે હરિયાણાની એક એવી ગેંગને ઝડપી પાડી છે.

yunus.gazi

| Edited By: Utpal Patel

Jul 02, 2021 | 6:17 PM

VADODARA : માત્ર એક રૂપિયાના સિક્કાથી રેલ્વે ટ્રેન રોકી શકાય એ વાત તમે માની શકો ? ગળે ઉતરે તેવી વાત નથી. પરંતુ આ વાત સાચી છે ,વડોદરા રેલ્વે LCB ટીમે હરિયાણાની એક એવી ગેંગને ઝડપી પાડી છે. જે એક રૂપિયાના સિક્કાથી રેલ્વેની સિગ્નલ સીસ્ટમ સાથે ચેડાં કરી ૧૩ જેટલી ટ્રેનોને રોકી મુસાફરોની લાખો રૂપિયાની લુંટ કરી છે. રાજ્ય તથા રાજ્ય બહાર હાઈવે નજીક જ્યાં રેલ્વે સિગ્નલો આવે ત્યાં આયોજન પૂર્વક ટ્રેનો રોકી આ ટોળકી લુંટ ચલાવતી હતી.

શું છે લૂંટની મોડસ ઓપરેન્ડી ?

તા.૧૯ જૂન ૨૦૨૧ ના રોજ મધ્યરાત્રીએ ભરૂચના વરેડીયા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં અંવતિકા એકસપ્રેસ તથા મૈસુર અજમેર એકસ.માં, તેમજ વાપીના કરમબેલી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ભુજ-બાન્દ્રા તથા વેરાવળ-પૂને એકસ. ટ્રેનો પસાર થઇ રહી હતી. ત્યારે, એક ટોળકીએ ટ્રેનના સિગ્નલ ફેઇલ કરી તથા ટ્રેનમાં ચડી પેસેન્જરોનાં કિંમતી સરસમાનની લૂંટ કરી હતી.

આ ઘટના બાદ વડોદરા રેલ્વે એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા તપાસમાં આ શાતિર ગેંગનો પર્દાફાશ થયો. ગુજરાત રેલવે પોલીસના એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ટોળકી હરિયાણાની હોવાના ઈનપુટ મળ્યા હતા. જેથી વડોદરા રેલવે એલસીબી તથા આરપીએફની એક સંયુક્ત ટીમે હરિયાણાના ફતેહબાદમાં વેશ પલટો કરી સતત બે દિવસ સુધી વોચ ગોઠવી હતી. જેમાં ચાર આરોપીને ઝડપી લેવાયા હતા.

કંઈ રીતે રેલવેની સિગ્નલ સિસ્ટમને ખોરવી નાંખતા ?

રેલવે એસપી રાઠોડે જણાવ્યું કે ટોળકી ચોક્કસ આયોજન સાથે ફોર વ્હીલર ગાડીમાં રોડ માર્ગે હરીયાણાથી નીકળી મેઇન હાઇવે નજીક રેલ્વે ટ્રેક હોય ત્યાં પહેલાથી પહોંચી જઇ રેકી કરી હતી, ટ્રેનના આવવાના સમય જાણી લીધો,

રાત્રિના એકથી ત્રણ વાગ્યાના અંધકાર દરમ્યાન ટ્રેન આવે તે પહેલા સ્ટેશનના આઉટર/હોમસિગ્નના ટ્રેકના પોઇન્ટ ઉપર સિગ્નલમાં એક રૂપિયાનો સિકકો મુકી સિગ્નલ રેડ ફેઇલ/ડેન્જર કરી તથા એન્ગલ કોક બંધ કરી, ટ્રેન ઉભી રહેતા ટ્રેનમાં ચડી જઇ પેસેન્જરોના કિંમતી માલ સામાન સાથેના લેડીઝ પર્સ કે અન્ય કિંમતી ચીજવસ્તુની લૂંટ કરી ફરાર થઇ જતા ઝડપાયેલ 4 આરોપીઓ પૈકી રાહુલ રેલવે કર્મચારીનો પુત્ર છે. અને તે જાણતો હતો કે રેલવે ટ્રેનની સિગનલ સિસ્ટમ કંઈ રીતે ખોરવી નાંખવી,

પકડાયેલ આરોપીઓના નામ (૧) રાહુલ ચેનારામ ઘારા (ર) દિપક મહેન્દ્રસિંહ (3) સુખબીર ઉર્ફે છોટું મહેન્દ્ર દલાવારા (૪) સન્ની ઉર્ફે સોની પુરણ ફુલ્લા આ તમામ રહેવાસી ટોહ ગામ, જી.ફતેહાબાદ, હરીયાણા

આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે આશરે 13 લાખ 87 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના, કિંમતી ઘડિયાળો, મોબાઇલ ફોન, મારૂતિ સ્વીફ્ટ કાર, સાથે જ કેટલીક રોકડ રકમ જપ્ત કરી છે. હાલ આ કેસમાં રાહુલ સહીત ચાર આરોપીઓની વડોદરા રેલવે એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવાયા છે. અને આ પ્રકારના અન્ય કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે અંગે વધુ પૂછપરછ તથા તપાસ શરુ કરી છે .

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati