VADODARA : જવાહરનગર પોલીસ કસ્ટડીમાં આરોપીનું મોત, મૃતકના પરિજનોના પોલીસ પર ગંભીર આક્ષેપ

VADODARA : જવાહર નગર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આરોપીનું મોત થતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટોડિયલ ડેથ કેસમાં અનેક વખત વિવાદમાં સપડાઇ ચૂકેલી વડોદરા પોલીસ પર ફરી કાળું કલંક લાગ્યું છે.

| Updated on: Feb 16, 2021 | 5:18 PM

VADODARA : જવાહર નગર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં આરોપીનું મોત થતા ખળભળાટ મચી ગયો છે. કસ્ટોડિયલ ડેથ કેસમાં અનેક વખત વિવાદમાં સપડાઇ ચૂકેલી વડોદરા પોલીસ પર ફરી કાળું કલંક લાગ્યું છે. મૃતકના પરિજનોના જણાવ્યા પ્રમાણે, કસ્ટડીમાં પોલીસના ઢોર મારના કારણે જ આરોપીનું મૃત્યુ થયું છે. આ સાથે જ મૃતકના સંબંધીઓએ મૃતકના શરીર પર ઇજાના નિશાન હોવાનો પણ દાવો કર્યો છે.

 

તો આ તરફ પોલીસની પિન એ વાત પર ચોંટેલી છે કે, આરોપીને છાતીમાં દુ:ખાવો થયા બાદ તેનું મોત થયું. પણ પોલીસનો આ લૂલો બચાવ, ગળે ઉતરે તેમ નથી. કારણ કે અટકાયતમાં આખી રાત કસ્ટડીમાં રાખ્યા બાદ જો ખરેખર છાતીમાં દુ:ખાવાના કારણે મોત થયું હોય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કેમ કરવામાં ન આવ્યા. વળી, મૃતકના પરિજનોનું કહેવું છે કે, મૃતકને અગાઉ સ્વાસ્થ્ય સંબંધી કોઇ સમસ્યા જ ન હતી. જમીન મકાન લે વેચ સાથે સંકળાયેલા મૃતક મહેન્દ્ર પઢિયારની જવાહરનગર પોલીસ દ્વારા અડધી રાતે કલમ 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">