AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : નોકરી આપવાના બહાને 29 વર્ષીય નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યું દુષ્કર્મ

નાગાલેન્ડના એક આર્મીમેનની યુવાન દીકરી પર સ્પા સેન્ટરના માલિકે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે બળાત્કારના આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ કરી છે.

Vadodara : નોકરી આપવાના બહાને 29 વર્ષીય નાગાલેન્ડની યુવતી પર સ્પા માલિકે આચર્યું દુષ્કર્મ
vadodara
yunus.gazi
| Edited By: | Updated on: Oct 04, 2023 | 12:03 AM
Share

Vadodara : સુરતથી રોજી રોટી મેળવવાના આશયથી વડોદરાના અલકાપુરીમાં આવેલ સ્પામાં પોતાના મંગેતરની મદદથી નોકરી મેળવનાર નાગાલેન્ડના એક આર્મીમેનની યુવાન દીકરી પર સ્પા સેન્ટરના માલિકે બે વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ સયાજીગંજ પોલીસે બળાત્કારના આરોપી સ્પા સેન્ટરના મલિક અને તેને આ પાપમાં સહયોગ આપનાર બે મેનેજરની ધરપકડ કરી છે.

આ પણ વાંચો Vadodara Breaking Video : પાદરા જંબુસર હાઈવે પર ટ્રકમાં લાગેલી આગમાં ટ્રક બળીને ખાખ, જો કે ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ

નાગાલેન્ડના ફેક જિલ્લાની મૂળ રહેવાસી 29 વર્ષીય યુવતીના પિતા ઇન્ડિયન આર્મીમાં નોકરી કરે છે અને તેના માતા ઘર કામ કરી બે ભાઈ અને ત્રણ બહેનોનું ગુજરાન ચલાવે છે, ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ આ યુવતી છેલ્લા કેટલાક સમયથી સુરતના પાંડેસરામાં રહેતી હતી.

વડોદરાના અલકાપુરીમાં આવેલ થાઈ સ્પામાં નોકરીની જગ્યાની જાહેરાત જોઈ યુવતીનો મંગેતર સુરતથી તેણીને વડોદરા લાવ્યો હતો અને કિંગ થાઈ સ્પાના માલિક પૃથ્વી રાજસિંહ રાણાએ યુવતીને તેનું કામ જોઈ પગાર આપવાનું કહ્યું હતું અને રહેવા માટે સ્પા સેન્ટરનો એક રૂમ ફાળવી દીધો હતો, યુવતી નોકરી કરવા સંમત થઈ અને ફિયાન્સ પરત સુરત ચાલ્યો ગયો હતો.

સ્પા માલિકે યુવતી પર દુષ્કર્મ આચર્યું

આ સમગ્ર મામલે વધુ માહિતી આપતા એ ડિવિઝન એસીપી ડી જે ચાવડાએ જણાવ્યું કે ગત 3જી ઓક્ટોબરની રાત્રે 1 વાગ્યે યુવતી સ્પા બંધ કરી તેના રૂમમાં પહોંચી અને મેનેજર વિજયને જમવાનું મોકલવા જણાવતા થોડી વારમાં મેનેજર વિજય સોલંકી, બીજો મેનેજર મિત પરમાર અને સ્પા માલિક પૃથ્વી રાણા રૂમ નં.3માં આવ્યા હતા. પૃથ્વીએ યુવતીને પકડી મારી નાખવાની ધમકી આપી જમીન પર પછાડી હતી અને બંને મેનેજર રૂમ બંધ કરી જતા રહ્યા હતા.

ત્યાર બાદ પૃથ્વી રાણાએ તેને હવસનો શિકાર બનાવી હતી, એટલું જ નહીં ત્યાર બાદ રૂમ નં.5માં લઇ જઇ બીજી વાર પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાથી યુવતી હતપ્રભ બની થઈ ગઈ હતી અને તેને તરત જ તેના મંગેતરને તેની સાથે બનેલ ઘટના અંગે જાણ કરી હતી. ત્યાર બાદ આ અંગે સયાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા

સયાજીગંજ પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સ્પા માલિક સહિત ત્રણેયને રાતોરાત ઝડપી પાડી યુવતીને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ મોકલી છે, મુખ્ય આરોપી સ્પા મલિકનું પણ તબીબી પરીક્ષણ કરાવવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">