મુંબઇમાં સ્પા અને પાર્લરમાં પત્રકારના નામે તોડ કરનારા બે ઝડપાયા

મુંબઇમાં સ્પા અને પાર્લરમાં પત્રકારના નામે તોડ કરનારા બે ઝડપાયા
Goregaon Police Station, Mumbai

મુંબઇમાં સ્પા અને પાર્લરમાં દરોડા પાડવાના નામે રૂપિયા વસૂલી કરનાર બે લોકોની ગોરેગાંવ પોલીસે રંગે હાથ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ, પોતાને પત્રકાર કહેતા હતા. તેઓ પાર્લર અને સ્પામાં ફોન કરી એક્ટોર્શન કરતા અને માંગ પૂરી ન થતાં ખોટી રીતે ફંસાવાની ધમકી આપતા. આજ રીતે તેઓએ મુંબઈના ઓશિવારા સ્થિત એક […]

Neeru Zinzuwadia Adesara

| Edited By: Utpal Patel

Dec 18, 2020 | 1:38 PM

મુંબઇમાં સ્પા અને પાર્લરમાં દરોડા પાડવાના નામે રૂપિયા વસૂલી કરનાર બે લોકોની ગોરેગાંવ પોલીસે રંગે હાથ ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓ, પોતાને પત્રકાર કહેતા હતા. તેઓ પાર્લર અને સ્પામાં ફોન કરી એક્ટોર્શન કરતા અને માંગ પૂરી ન થતાં ખોટી રીતે ફંસાવાની ધમકી આપતા.

આજ રીતે તેઓએ મુંબઈના ઓશિવારા સ્થિત એક સ્પા- સલોન પાસેથી બે લાખ રૂપિયાની માંગ કરી હતી. સ્પા માલિકે ઓક્ટોબરથી ડિસેમ્બર વચ્ચે તેઓને 55 હજાર રૂપિયા ચૂકવી દીધા હતા.  તે પછી પણ, આરોપીઓ મહિનાના હપ્તાને ફિક્સ કરવાની વાત કરી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે મહિલાની ફરિયાદ બાદ બંને આરોપીઓને રંગે હાથ પકડવામાં આવ્યા છે, બંને એક નાનુ ન્યૂઝ પેપર ચલાવે છે, ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ અભિનંદન પાલીવાલ અને અંકિત ગુપ્તા છે., આ બંને વિરુદ્ધ મુંબઈના અન્ય ઘણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે કેમ જેની પોલીસ તપાસ કરી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati