મહિલા જજને આપત્તિજનક રીતે જન્મદિવસ વિશ કરવા પર આરોપી વકીલની થશે માનસીક તપાસ

મધ્યપ્રદેશમાં એક મહિલા જજને વકીલ દ્વારા સતામણી બાબતે હાઈકોર્ટે આરોપી વકીલને ફટકાર લગાવી છે. અત્યારે તેની માનસિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

  • tv9 webdesk37
  • Published On - 15:26 PM, 31 Mar 2021
મહિલા જજને આપત્તિજનક રીતે જન્મદિવસ વિશ કરવા પર આરોપી વકીલની થશે માનસીક તપાસ
પ્રતિકાત્મક તસ્વીર

મહિલા ન્યાયાધીશને વાંધાજનક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવવા પર રતલામના વકીલની હાલત સતત ખરાબ થઈ રહી છે. તેઓ હવે ફસાતા જોવા મળી રહ્યા છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે આરોપી વકીલને મગજની તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઈન્દોર ખંડપીઠે મંગળવારે વકીલની જામીન અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક મારફત માનસિક ચિકિત્સક દ્વારા તપાસ કર્યા બાદ જલદી રિપોર્ટ રજૂ કરવો જોઇએ. આ કેસની આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ થશે. મધ્યપ્રદેશ જજિસ એસોસિએશને પણ જામીનનો વિરોધ કર્યો છે.

આરોપી વકીલ 9 ફેબ્રુઆરીથી જેલમાં

તમને જણાવી દઇએ કે મહિલા ન્યાયાધીશની ફરિયાદ પર સ્ટેશન રોડ સ્થિત રતલામ પોલીસે વકીલ વિરુદ્ધ અનેક કલમો નોંધી હતી. એફઆઈઆર તપાસ બાદ 9 ફેબ્રુઆરીએ પોલીસે વકીલની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે વકીલે મહિલા ન્યાયાધીશને જન્મદિવસ પર વાંધાજનક શુભેચ્છા પાઠવી હતી. વળી, ન્યાયાધીશની ફેસબુક પ્રોફાઇલથી તેનો ફોટો ડાઉનલોડ કર્યો અને તે ફોટાને અભિવાદન તરીકે લેડી જજને મોકલ્યો હતો.

શું છે આખી ઘટના

ચાલો તમને જણાવી દઈએ કે રતલામના વકીલ પર મહિલા જજને માનસિક ત્રાસ આપવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વકીલે તેના જન્મદિવસ પર મધ્યરાત્રિએ મહિલા ન્યાયાધીશના ઇમેઇલ પર વાંધાજનક ટિપ્પણી મોકલી હતી. માત્ર આટલું જ નહીં આ વકીલ આ મહિલા જજને કોર્ટમાં અવાર નવાર પરેશાન કરતો હતો. આરોપી વકીલ પર મહિલા જજ સાથે ગંદી અને અપમાનજનક વાતચીત કરવાનો પણ આરોપ છે. મહિલા જજે એડવોકેટ વિજયસિંહ યાદવ વિરુદ્ધ સ્ટેશન રોડ સ્થિત સ્ટેશન પર ફરિયાદ નોંધાવી હતી. તે પછી પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

આ બાદ મધ્યપ્રદેશ હાઇકોર્ટ દ્રારા વકીલને બરાબરની ફટકાર લગાડવામાં આવી છે. અને આદેશ આપવામાં આવ્યા છે કે વકીલના મગજની તપાસ કરાવવી જોઈએ. એટલું જ નહીં પરંતુ ઈન્દોર ખંડપીઠે મંગળવારે વકીલની જામીન અરજીની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષક મારફત માનસિક ચિકિત્સક દ્વારા તપાસ કર્યા બાદ જલદી રિપોર્ટ રજૂ કરવો જોઇએ. આ કેસની આગામી સુનાવણી 15 એપ્રિલના રોજ થશે. આ સાથે મધ્યપ્રદેશ જજિસ એસોસિએશ પણ વકીલનો વિરોધ કરી રહી છે અને તેમણે પણ આ વકીલની જામીનનો વિરોધ કર્યો છે.

 

આ પણ વાંચો: કાશ્મીરના લઘુમતી વિશે મોટી મોટી વાતો કરતા પાકિસ્તાનમાં શું છે ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ? પાકમાં હિન્દુ મંદિરો કેટલા સલામત?

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ બાઈડેનના માથાનો દુખાવો બની ગયો પાલતું ડોગ મેજર, વ્હાઇટ હાઉસમાં ફરી એક વ્યક્તિને કરડ્યો