Tapi : વ્યારામાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ

|

Apr 22, 2022 | 3:56 PM

વ્યારા પોલીસે (Police) ધર્માંતરણના ગુનામાં સામેલ એક મહિલા ત્રણ યુવકો અને પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મુજબ ચર્ચનો પાદરી એમ કુલ પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Tapi : વ્યારામાં ધર્મ પરિવર્તન કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરૂદ્ધ ફરિયાદ
Tapi: Complaint against 5 members of the same family for conversion in Vyara

Follow us on

તાપી (Tapi) જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશનમાં ધર્મ પરિવર્તન (Conversion) કરાવવાના ગુનામાં એક જ પરિવારના 5 સભ્યો વિરુદ્ધ ફરિયાદ (Complaint) દાખલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ગુનામાં સામેલ પાદરી સહિત પાંચ આરોપીઓની રાત્રે જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને પગલે પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

વ્યારા શહેરના તાડકુવા સ્થિત અંબિકા નગરમાં રહેતા 2 યુવકો અને પરિવારના 3 સભ્યો સહિત 5 સામે અલગ અલગ પરિવારોની 2 હિન્દૂ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરે લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ધર્મ પરિવર્તનની પ્રક્રિયા હાથ ધરી હતી. જેની જાણ યુવતીઓના પરિવારજનોને થતાં યુવતીના પરિવારના સભ્યોએ રાત્રે વ્યારા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

વ્યારા પોલીસે ધર્માંતરણના ગુનામાં સામેલ એક મહિલા ત્રણ યુવકો અને પ્રાથમિક પોલીસ તપાસમાં જાણવા મુજબ ચર્ચનો પાદરી એમ કુલ પાંચેય આરોપીઓને ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અત્રે ઉલ્લેખનીય છે કે ધર્માંતરણને લઈને રાજ્યમાં કડક કાયદો અમલી થવા છતાં ધર્માંતરણના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતાં જ રહ્યા છે, એવો જ એક તાપીના વ્યારામાં ગેરકાયદેસર રીતે ધર્માંતરણનો બનાવ બન્યો છે. વ્યારાની હિંદુ પરિવારની બે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ઘરમાં લઈ જઈ એક રાત સુધી ગોંધી રાખી ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવવાની પ્રક્રિયા ચાલતી હતી. એક મહિલા સહિત પાંચ સામે આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તાત્કાલિક અસરથી તમામ પાંચ આરોપીઓને ઝડપી સમગ્ર ઘટના ક્રમને લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તલસ્પર્શી અને ઝીણવટભરી તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે.

આ પણ વાંચો :ચીન અને સોલોમન ટાપુઓ વચ્ચે ‘સિક્યોરિટી એગ્રીમેન્ટ’ને કારણે અમેરિકા તણાવમાં, સેના મોકલીને દેશને અસ્થિર કરી શકે છે ડ્રેગન

આ પણ વાંચો :Mehsana: ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં માત્ર મહિનાનાં અંત સુધીનો પાણીનો જથ્થો, સિંચાઈ અને પીવાનાં પાણીની ચિંતામાં લાગી સરકાર

Next Article