Surat: અજાણ્યા ફેસબુક ફ્રેન્ડને ATM કાર્ડ-પાસવર્ડ આપતા પહેલા ચેતજો, સુરતની યુવતીને લાગ્યો લાખોનો ચુનો
યુવતીએ આ ઘટના અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં (Adajan Police Station) ફરિયાદ નોંધાવી હતી. જે પછી અડાજણ પોલીસે મોબાઇલ રીપેરીંગનું કામ કરતા પ્રવિણ ઉર્ફે પાર્થ રામસીંગ ચૌધરીની ધરપકડ કરી છે.
સુરતમાં (Surat) છેતરપીંડિની ઘટનાઓમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. જો કે સુરતની એક ઘટનામાં ફેસબૂક ફ્રેન્ડને મદદ કરવી યુવતીને ભારે પડી છે. હોસ્પિટલમાં પિતરાઇ બહેનની મદદ માટે રૂપિયાની જરુર હોવાનું કહી યુવતીનું ATM કાર્ડ લઇ જઇ એક યુવકે લાખો રૂપિયાની છેતરપીંડિ (Fraud )કરી છે. યુવકે અન્ય લોકો પાસેથી પણ મદદની જરુર હોવાનું કહી યુવતીના ખાતામાં રૂપિયા મગાવી લીધા અને બધા રૂપિયા યુવતીના ખાતામાંથી ઉપાડી લીધા.
સુરતના અડાજણ વિસ્તારમાં એક યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી છે. તેનો ફેસબૂકમાં એક પાર્થ ચૌધરી કરીને મિત્ર છે. માર્ચ મહિનામાં એક દિવસ અચાનક પાર્થ ચૌધરીએ આ યુવતીનો સંપર્ક કરીને મારી માસીની દીકરી બીમાર હોવાનું જણાવ્યુ હતુ. સાથે જ પોતાનું ATM કાર્ડ બ્લોક થઇ ગયુ છે તેમ કહ્યુ હતુ અને યુવતી પાસે તેના ATM કાર્ડની માગ કરી હતી. પાર્થે યુવતીને કહ્યુ હતુ કે હું મારા મિત્રો પાસેથી રૂપિયા મગાવીને તારા અકાઉન્ટમાંથી ઉપાડી અને કાર્ડ પરત કરી દઇશ તેમ જણાવ્યુ હતુ. યુવતીએ પણ યુવકની વાત માનીને તેને ATM અને તેના પાસવર્ડ આપી દીધા હતા.
થોડા દિવસ પછી અડાજણમાં રહેતી આ યુવતીએ તેના ફેસબૂક મિત્ર પાર્થ ચૌધરી પાસે પોતાનું ATM કાર્ડ પરત માગ્યુ હતુ. જો કે પાર્થે હું બહારગામ છુ કહીને વાયદા કર્યા અને કાર્ડ આપ્યુ નહીં. અચાનક એક દિવસ આ યુવતી પર કોઇ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ કહ્યુ કે, તમે ”પાર્થ ચૌધરીનો ઓળખો છો ? તેણે મારી દીકરી પાસે તમારા બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા છે તે પરત આપી દો.” આ વાત સાંભળીને યુવતી ચોંકી ગઇ હતી. જે પછી તેને તેના ATM કાર્ડ ખોટી રીતે ઉપયોગ થયો હોવાનું જણાયુ હતુ.
યુવતીએ આ ઘટના અંગે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે પછી અડાજણ પોલીસે મોબાઇલ રીપેરીંગનું કામ કરતા પ્રવિણ ઉર્ફે પાર્થ રામસીંગ ચૌધરીની ધરપકડ કરી છે. પાર્થે રૂપિયા પડાવવા આ નવી મોડેસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો. સ્કૂલ મિત્રો અને સંબંધીઓને રૂપિયાની જરૂર હોવાનું કહી કુલ રૂ. 2.06 લાખ કિંજલના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી ઉપાડી લીધા હતા.
આ પણ વાંચોઃ Surat : ગ્લોબલ ટેન્ડરને પગલે શહેરના રસ્તાઓ પર હવે 450 ઈલેક્ટ્રીક બસો દોડશે
આ પણ વાંચોઃ પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો