પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને  DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

પીપાવાવ પોર્ટ પર 24 કલાકથી ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન, સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 10:27 AM

કસ્ટમ ક્લિયરન્સ વગરના 5થી વધુ કન્ટેનરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક કન્ટેનરમાંથી શંકાસ્પદ પાવડર પણ જોવા મળ્યો હોવાની વિગતો મળી રહી છે. આજે DRI પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ઘટસ્ફોટ કરી શકે છે.

ગુજરાતના (Gujarat) પોર્ટ પરથી ડ્રગ્સ (Drugs) ઝડપાવવાના વધતાં કેસને લઇને કેન્દ્રીય એજન્સી વધુ સતર્ક બની છે. જેના ભાગરૂપે અમરેલીના પીપાવાવ પોર્ટ (Pipavav Port) પર કોન્ટ્રાક લોજીસ્ટીકમાં કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે. તેમજ DRIની ટીમ દ્વારા કન્ટેનરમાં ડ્રગ્સની આશંકાને લઈ સેમ્પલ લેવામાં આવ્યા છે. DRI દ્વારા સેમ્પલ લઈ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલમાં કંટલા પોર્ટ બાદ DRIની પીપાવાવ પોર્ટ પર નજર છે. જેના પગલે શંકાસ્પદ જણાતું કન્ટેનર સિઝ કરવામાં આવ્યું છે.

પીપાવાવ પોર્ટ પર ખાનગી કંપનીમાંથી કન્ટેનર સિઝ કરાયા બાદ 24 કલાકથી પીપાવાવ પોર્ટ પર ગુજરાત ATS અને DRIનું મેગા સર્ચ ઓપરેશન
સુતરની આંટીઓમાં મેલ્ટ કરી ડ્રગ્સ લાવ્યાં હોવાની આશંકાને લઈ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. કસ્ટમ ક્લિયરન્સ વગરના 5થી વધુ કન્ટેનરોમાં તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કેટલાક કન્ટેનરમાંથી શંકાસ્પદ પાવડર પણ જોવા મળ્યો હોવાની વિગતો મળી રહી છે.

આજે DRI પ્રેસ કોન્ફરન્સ કરી મોટો ઘટસ્ફોટ કરી શકે છે. કંડલા બંદર બાદ પીપાવાવ પોર્ટ પર નશીલા પદાર્થ મોટા પ્રમાણમાં હોવાની બાતમી મળી હતી. DRI અને ગુજરાત ATSના સંયુક્ત દરોડાથી પોર્ટ ઉદ્યોગ જોન વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચોઃ Ahmedabad: યુનિક હેરીટેજ અનુભવ માટે સૌથી ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા 300 વર્ષ જૂના લાકડાના વિલા પર આવો

આ પણ વાંચોઃ Bhavnagar: પાણીની કોઈ સમસ્યા નહીં નડે, જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુજી ડેમમાં 41 ટકા પાણીનો જથ્થો

g clip-path="url(#clip0_868_265)">