Surat : રેલવે પાર્સલ ઓફીસ પાસેથી 10 કિલો ગાંજા સાથે બે ઓરિસ્સાવાસી પકડાયા
આરોપીઓ સુરત સ્ટેશને ઊતરી વરાછામાં અંબિકાનગર ખાતે રહેતા અમિત રામઆશરે મિશ્રાને ગાંજો પહોંચાડવા જતા હતા. પોલીસે હેમંત અને અમિતને વોન્ટેડ જાહેર કર્યા હતા . મહિધરપુરા પોલીસે આ મામલે કરી બંને આરોપીની ધરપકડ કરી 1.02 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
સુરત (Surat) રેલવેની પાર્સલ ઓફિસ પાસેથી મહિધરપુરા પોલીસે 10 કિલો ગાંજાના (Cannabis) જથ્થા સાથે બે પરપ્રાંતીયોને (Accused)પકડી પાડ્યા હતા. ઓરિસ્સાથી (Orissa)જગન્નાથ પૂરી ટ્રેનમાં (Jagannath Puri train)બેસી બંને બદમાશો સુરત સ્ટેશને ઊતરી વરાછા માલ પહોંચવા જતા પોલીસની ઝપટે ચઢી ગયા હતા. પોલીસે 1.02 લાખનો ગાંજો કબજે લઇ તપાસ આદરી છે.
મહિધરપુરા પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફના માર્ગદર્શન હેઠળ મંગળવારે સવારે પેટ્રોલિંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ ને બાતમી મળી હતી કે બે યુવકો રેલવે પાર્સલ ઓફિસ પાસેથી ગાંજાનો જથ્થો લઇને પસાર થવાના છે.
જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી પોલીસે મૂળ બિહારના વતની અને હાલ વરાછા વિસ્તારમાં વસંત ભીખાની વાડી પાસે રહેતા રાહુલ નાગેશ્વર હરિરામ સિન્હા અને મૂળ ઓરિસ્સાના બાદલ ઉર્ફે ઇન્દ્ર ગોકુલ સ્વાઇન ને પકડી પાડ્યા હતા.
પોલીસે તેઓની ઝડતી લેતા બેગમાંથી 10.234 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો . પોલીસ તપાસમાં બંને યુવકોએ કટકના હેમંત બિકારાઉત સ્વાઇન પાસેથી ગાંજો મેળવી જગન્નાથપુરી ટ્રેનમાં સુરત આવ્યા હતા .
તેઓ સુરત સ્ટેશને ઊતરી વરાછામાં અંબિકાનગર ખાતે રહેતા અમિત રામઆશરે મિશ્રાને ગાંજો પહોંચાડવા જતા હતા. પોલીસે હેમંત અને અમિતને વોન્ટેડ જાહેર કર્યા હતા . મહિધરપુરા પોલીસે આ મામલે કરી બંને આરોપીની ધરપકડ કરી 1.02 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
આમ, No Drugs in City અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાનોના ડ્રગ્સના નશાથી દૂર રાખવા તેની હેરાફેરી પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે.
આવા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવાની વાત ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. ત્યારે સુરત પોલીસે પણ તાજેતરમાં આવી પ્રવૃતિઓ અટકાવવા લોકોનો સહકાર પણ મળી રહે અને ગુનાખોરી અટકે તે માટે સોશિયલ મીડિયામાં પણ અભિયાન શરૂ કર્યું છે.
આ પણ વાંચો : Rajkot : ડ્રગ્સ પેડલર સુધાના ત્રાસથી યુવકની આત્મહત્યા, અગાઉ ક્રિકેટર સહિત અનેક યુવકોને કરી ચૂકી છે બરબાદ
આ પણ વાંચો : 10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય – સૂત્ર