AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: વર્ષ 2015માં બે હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સાત વર્ષે ઝડપાયો

સુરતમાં જુલાઈ- 2015માં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.સુરત શહેરના પાંડેસરા ક્રિષ્ણા ડાઈંગ પાછળથી ટેમ્પો લઈને જતાં શંકર પ્રજાપતિને બાઈક સવાર ત્રણ લુંટારીઓએ આ ટેમ્પો ડ્રાઈવરની ચપ્પુ મારી હત્યા કરી નાંખી હતી.

સુરત:  વર્ષ 2015માં બે હત્યા અને લૂંટની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી સાત વર્ષે ઝડપાયો
Surat: The main accused who committed two murders and robberies in 2015 was arrested in seven years
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 26, 2022 | 7:04 PM
Share

સુરતમાં (Surat)સાત વર્ષ પહેલાં રાહદારીઓ અને વાહનચાલકોને આંતરી લુંટ કરવાના ઈરાદે નીકળી માત્ર દોઢ જ કલાકના સમયગાળા બે અલગ અલગ જગ્યાએ પાંડેસરા અને કડોદરામાં બાઈક ચાલકની હત્યા (Murder) કરનાર મુખ્ય સૂત્રધાર મનિષ કુર્મી પટેલને પાંડેસરા પોલીસે ઉત્તરપ્રદેશનાં બાંદાથી ઝડપી પાડવામાં આવ્યો.

સુરત પોલીસ દ્વારા પેન્ડિંગ ગુનાઓ કે પછી જુના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને (Accused)પકડવા માટે સતત ડ્રાઇવ ચાલવવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં વર્ષો જુના કેસોમાં સંડોવાયેલા આરોપીઓ ઝડપાઇ રહ્યા છે. ત્યારે સુરતમાં જુલાઈ- 2015માં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.સુરત શહેરના પાંડેસરા ક્રિષ્ણા ડાઈંગ પાછળથી ટેમ્પો લઈને જતાં શંકર પ્રજાપતિને બાઈક સવાર ત્રણ લુંટારીઓએ આ ટેમ્પો ડ્રાઈવરની ચપ્પુ મારી હત્યા કરી નાંખી હતી. અહીંથી આ ગેંગ સીધી કડોદરા પહોંચી હતી.

બાદમાં ત્યાં પણ લૂંટને અંજામ આપ્યો હતો. અહીં પણ અમોલ ટાપરે નામના બાઈક સવારની લુંટના ઈરાદે હત્યા કરી દેવાતા સુરત શહેર અને જિલ્લા પોલીસ બંનેની નામોશી થઈ હતી. બાદમાં પોલીસે આ ગુનામાં બે આરોપીઓને તો ઝડપી પાડયા હતા. પરંતુ મુખ્ય સુત્રધાર કે જેણે ચપ્પુ મારી હત્યા કરી હતી તે મનિષ ઉર્ફે વિચિત્ર બાબુ કુર્મી પટેલ પોલીસને સાત વર્ષથી હાથતાળી આપી રહ્યો હતો. ત્યારે આ મનીષ તેના વતન બાંદા જિલ્લાના ગુજેની ગામે આવ્યો હોવાની બાતમીને પગલે પાંડસેરા પોલીસને મળતા જ પોલીસ દ્વારા તાત્કાલિક એક ટીમ તેના વતન મોકલી આપી હતી. અને ત્યાંથી જ દબોચી લઈ સુરત લઈ આવી હતી.

સુરતમાં વધતી જતી ક્રાઇમની ઘટનાએ પોલીસની ઉંઘ હરામ કરી છે. અને, હવે પોલીસ સુરતમાં વધતી ક્રાઇમની ઘટનાઓને રોકવા જમીન-આસમાન એક કરી રહી છે. જેથી સુરતમાં શાંતિ જળવાઇ રહે. સુરત પોલીસે જુના મોટા કેસોના આરોપીઓને શોધીને કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો કરી રહી છે. જેને પગલે પોલીસે બે લૂંટ અને બે મર્ડરના આ આરોપીને છેક ઉત્તરપ્રદેશથી ઝડપી લઇ, આરોપીઓમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ  વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ

આ પણ  વાંચો : Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">