સુરત : કારખાનામાં લૂંટ કરનાર મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશમાંથી તમંચા સાથે ઝડપાયો, કુલ ચાર આરોપી ઝડપાયા

ઉતરપ્રદેશથી પોલીસે આરોપી છોટુ બાબુ નિશાદ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી છોટુ બાબુ નિશાન બનરોલીના મિલન પોઈન્ટ પાસે આવેલ જય અંબેનગર સોસાયટીમાં રહે છે.

સુરત  : કારખાનામાં લૂંટ કરનાર મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશમાંથી તમંચા સાથે ઝડપાયો, કુલ ચાર આરોપી ઝડપાયા
Surat: The main accused in the factory robbery was caught with a weapon from Uttar Pradesh
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 28, 2021 | 1:20 PM

પાંડેસરા બમરોલી રોડ પર આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક ખાતામાં એક ઇસમ ઓફિસમાં આવી તમંચો બતાવી રોકડા રૂપિયા ૫૧ હજાર, એટીએમ કાર્ડ, ૧૫ હજારનો મોબાઈલ અને એક બાઈકની લૂંટ કરી ફરાર થઇ ગયો હતો. આ મામલે ખાતાના માલિકે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અગાઉ ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જયારે મુખ્ય આરોપીને દેશી તમંચા તથા ત્રણ જીવતા કારતુસ સાથે ઉતર પ્રદેશથી ઝડપી પાડ્યો છે.

સુરત શહેરના અલથાણ ખાતે રહેતા વિપુલભાઈ અમૃતલાલ પટેલ પાંડેસરા બમરોલી રોડ પર આવેલા હરીઓમ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વિપુલ ટેક્સટાઈલ નામથી ખાતું ધરાવે છે. તારીખ- 11-10-2021ના રોડ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેઓની ઓફિસમાં એક 25 થી ૩૦ વર્ષીય ઇસમ ઘુસી આવ્યો હતો.

અને તેઓને દેશી તમંચો બતાવી કારીગરોને પગાર કરવાના ૫૧ હજાર, પર્સમાં રહેલા રોકડા રૂપિયા ૪ હાજર, ડ્રાઈવિંગ લાયસન્સ, એટીએમ કાર્ડ, ૧૫ હજારની કિમતનો એક મોબાઈલ ફોન અને તેઓની બાઈકની લૂંટ કરી હતી. અને તેઓને ઓફિસમાં બંધ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવને લઈને પાંડેસરા પોલીસે ખાતાના માલિકની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. જેમાં પોલીસે અગાઉ ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

જયારે આ ગુનામાં સંડોવાયેલો મુખ્યસૂત્રધારને પણ પોલીસે ઝડપી પાડ્યો છે. ઉતરપ્રદેશથી પોલીસે આરોપી છોટુ બાબુ નિશાદ નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. આરોપી છોટુ બાબુ નિશાન બનરોલીના મિલન પોઈન્ટ પાસે આવેલ જય અંબેનગર સોસાયટીમાં રહે છે. પોલીસે તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો તથા ત્રણ જીવતા કારતુસ કબજે કર્યા હતા.

આ પણ વાંચો : T20 world cup 2021: 25 લાખની વસ્તી, 18 વર્ષ પછી મળી તક, ટીમમાં છે ‘બોમ્બ સ્કવોડ’, આ દેશે T20 વર્લ્ડ કપ 2021માં ધૂમ મચાવી

આ પણ વાંચો : Kano Jigoro : ગુગલે જુડોના પિતા કાનો જિગોરોને ડૂડલ દ્વારા કર્યા સન્માનિત, જાણો માર્શલ આર્ટને નવી દિશા આપનાર કાનો જિગોરો વિશે

g clip-path="url(#clip0_868_265)">