લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે

સુરતમાં ગેરકાયદે નળ કનેક્શન ધરાવનારાઓ હવે 1100 રૂપિયા આપીને નળ કનેક્શન કાયદેસર કરાવી શકશે.

લો બોલો, સુરતમાં 1.65 લાખ નળના જોડાણ ગેરકાયદેસર છે, હવે મનપા તેને કાયદેસર કરવા મથે છે
Surat: The municipality will bring 1.65 lakh illegal tap connections in Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 2:55 PM

સુરતમાં (surat )કુલ 1.65 લાખ પાણીના કનેક્શન(tap  connection ) ગેરકાયદેસર છે. હવે તેને કાયદેસર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના એક ધારાસભ્ય દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યા છે. અને હવે આ કેસમાં મનપા કમિશનરે ગંભીરતા દાખવીને એવા વ્યક્તિઓનું લિસ્ટ તૈયાર કર્યું છે જેમની પાસે ગેરકાયદેસર(illegal)  નળ કનેક્શન હોય.

હવે તેના કારણે લોકોને રાહત પણ થઇ જશે. કારણ કે ગેરકાયદેસર નળ ક્નેક્શનનને હવે 1100 રૂપિયા આપીને કાયદેસર કરવામાં આવશે. જેના માટે લોકોએ પોતાના ઝોન ઓફિસમાં જઈને ફોર્મ ભરીને આ નળ કનેક્શનને કાયદેસર કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એક મહિના પહેલા પાણીના કનેક્શન માટે 1500 રૂપિયા લેવામાં આવતા હતા. મનપાનું કહેવું છે કે આ પગલાં પછી પણ જો કોઈ ગેરકાયદેસર નળ કનેક્શન પકડાય છે હવે 5 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવશે. સુરત મનપાના આ પગલાંથી પાલિકાની કચેરીમાં 18 કરોડ કરતા પણ વધુની રકમ જમા થશે.

ત્યાં જ બીજી તરફ લોકોની જાગૃતતાના અભાવે સુરતમાં ગેરકાયદેસર નળ જોડાણ વધ્યા છે. કારણ કે મોટાભાગના લોકોને ખબર પણ નથી કે તેમનું નળ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર. નોંધનીય છે કે સુરતના કેટલાક ઘરોમાં તો 10 વર્ષ કરતા પણ વધુ સમયથી ગેરકાયદેસર કનેક્શન છે. આગામી 3 ઓગસ્ટ મળનારી સંકલનની બેઠકમાં આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સુરતમાં 1.65 લાખ લોકોનું નળકનેક્શન ગેરકાયદે : જે લોકોએ કોઈપણ અરજી આપ્યા વગર ગેરકાયદેસર કનેક્શન લીધું છે. અથવા તો કોઈ પ્લમ્બર દ્વારા આ ક્નેક્શનનું જોડાણ લીધું છે. તેને ગેરકાયદેસર માનવામાં આવશે. આવી રીતે શહેરમાં કુલ 1.65 હજાર નળ કનેક્શન છે જે ગેરકાયદેસર છે. જે લોકોના વેરા બિલમાં ફોર-4 લખેલું આવેલું છે તેમનું કનેક્શન ગેરકાયદેસર છે. જયારે જેમના વેરા બિલમાં ફોર-6 લખેલું છે તેમનું કનેક્શન કાયદેસર છે.

હવે 1100 રૂપિયા આપી કાયદેસર કનેક્શન કરી શકાશે  મનપાએ આ ઠરાવને મંજૂરી આપી છે. જેમાં હવે એવા લોકોને નોટિસ આપીને જાણકારી આપવામાં આવહશે. અને હવે તેઓ પોતાના વિસ્તારની ઝોન ઓફિસમાં 1500ની જગ્યાએ 1100 રૂપિયા ભરીને નળ કનેક્શન કાયદેસર કરી શકાશે. જો મનપાની આ તૈયારી છતાં પણ કોઈ કાયદેસર કનેક્શન નથી કરાવતું તો તેમની પાસેથી 5 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">