Surat : શહેરમાં ગણપતિના આગમનની તૈયારીઓ શરૂ, ગાઇડલાઇન પ્રમાણે ઉજવાશે ગણેશોત્સવ
સુરતમાં ગણપતિ આગમનની ઘડીઓ ગણાય રહી છે. અને ગાઇડલાઇન પ્રમાણે ગણપતિ ઉત્સવ ઉજવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
કોરોના(corona ) કાળની અસરમાંથી હવે શહેર ધીરે ધીરે ભાર આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ઓસરતાં લોકો અને તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. અને હવે આવનારા દિવસોમાં આવી રહેલા તહેવારોને ઉજવવા માટે શહેરીજનો ઉત્સુક છે. મુંબઈ બાદ સુરતમાં સૌથી ધામધૂમથી ઉજવાતા ગણેશોત્સવના(ganesh festival ) આગમનની ઘડી ગણાય રહી છે.
ગણપતિ ઉત્સવ નજીક છે ત્યારે સરકાર દ્વારા નિયત કરાયેલી કોરોનાની ગાઇડલાઇનનો(guideline ) ધ્યાનમાં રાખીને આ ઉત્સવ ઉજવવા પર અપીલ કરવામાં આવી છ્હે. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા પણ લોકોને આ માટે અપીલ કરવામાં આવી છે. સરકાર દવારા ગણેશોત્સવમાં ચાર ફૂટની પ્રતિમાની પરવાનગી આપવામાં આવી છે. સાથે જ સુરત પોલીસ કમિશનર દ્વારા પણ નિયત કરાયેલી ગાઇડલાઇન પ્રમાણે જ શ્રીજીની સ્થાપના માટે પરવાનગી આપવામાં આવશે.
ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળાએ જણાવ્યું હતું કે શેરમાં ગણેશ મંડળો દ્વારા માત્ર 10 બાય 10નો જ મંડપ અને ચાર ફૂટની નાની પ્રતિમાની સ્થાપના કરવાની લેશે. જોકે 10 સપ્ટેબર સુધી જો કોરોનના કેસો વધે છે તો ગાઈડલાઇનમાં બદલાવ પણ આવી શકે છે. આ વર્ષે પણ ખાસ માટીની પ્રતિમાઓને જ પ્રોત્સાહન આપવા માટે 1500 રૂપિયાની માટીની પ્રતિમા 900 રૂપિયામાં આપવાનું નક્કી કરાયું છે. તેની સાથે માટીનું કુંડુ પણ અપાશે જેમાં તુલસીના બીજ નાંખેલા હશે. જેથી પર્યાવરણની પણ જાળવણી કરી શકાય.
વિસર્જન અંગે અસમંજસ પાલિકા દ્વારા આ વર્ષે પણ કેટલા કૃત્રિમ તળાવ તૈયાર કરાશે, ત્યાં કેટલા ફૂટની પ્રતિમાઓને વિસર્જિત કરી શકાશે ? ગણપતિ આયોજકોએ પરમીટ ફરજીયાત લેવાની રહેશે કે કેમ તે અંગે હજી ગણેશ આયોજકોમાં સવાલ છે. ગણેશ ઉત્સવ સમિતિના જણાવ્યા પ્રમાણે જો પ્રતિમાઓ જાહેરમાં જ સ્થાપિત કરવામાં આવશે તો ગણપતિ આયોજકોએ ફરજીયાત પરમીટ લેવાની રહેશે. પરંતુ જો શ્રીજીની પ્રતિમા નાની હોય તો ગણેશ મંડળે ઘરે કે સોસાયટીનાગેટ પર જ પ્રતિમાઓનું વિસર્જન કરવાનું રહેશે.
પાલિકા દ્વારા કૃત્રિમ તળાવો અંગેની જાહેરાત અને તેની ગાઇડલાઇન અંગે હવે પછી વિસ્તૃત જાણકારી આપવામાં આવનાર છે. જોકે ગત વર્ષે કોરોનાના કારણે ગણપતિ ઉત્સવની ઉજવણી ફિક્કી બની હતી. આ વર્ષે સુરતમાં 15 હજારથી વધુ પ્રતિમાઓનું સ્થાપન કરાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો :