Surat : ઉધના મગદલ્લા રોડ પર સોમનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાંથી રૂપિયા 18.68 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
બંધ મકાનનો તસ્કરોએ લાભ ઉઠાવી મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કરી જીતેન્દ્રભાઈની ઓફીસના કબાટમાંથી રોકડા ૧૨ લાખ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેની માતાના રૂમના કબાટમાંથી રોકડા 1,50,000, ચાર બંગડી, સોનાની વીટી, તુલસીની સોનાની માળા મળી કુલ રૂપિયા 18,68,595 ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
Surat : શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલ સોમનાથ સોસાયટીમાં ગતરોજ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મકાન માલિક વકીલ ગતરોજ કોર્ટમાં હતા. અને તેની માતા દ્વારકા જાત્રા કરવા માટે ગયા હતા. આ સમયે તેમનું ઘર બંધ હતું. જેથી તસ્કરોએ આ તકનો લાભ લઇ ઘરની લોંખડની જાળી તોડી અંદર પ્રવેશ્યા હતા. અને ઘરમાં તથા ઓફિસમાં મુકેલા રોકડા રૂપિયા 12 લાખ તથા દાગીના મળી કુલ 18.67 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. મકાન અને ઓફિસનું સમારકામ કરવાનું હોવાથી વકીલે પોતાની બચત અને મિત્ર પાસેથી પૈસા લઇ ઓફિસમાં મૂકી રાખ્યા હતા. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.
અલથાણ ગાર્ડનની પાછળ ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતી એડવોકેટ જીતેન્દ્રભાઈ દીનેશચંદ્ર રાવની માતા ઉધના મગદલ્લા રોડ શનિદેવ મંદિરની ગલીમાં સોમનાથ સોસાયટીમાં રહે છે. આજ મકાનના ઉપરના માળે જીતેન્દ્રભાઈની ઓફિસ પણ આવેલી છે. જીતેન્દ્રભાઈની માતાની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હોવાની સાથે તેઓ ઉંમરલાયક હોવાથી તેમની સુવિધા માટે તથા ઓફિસ માટે ઘરનું સમારકામ કરવા માટે પોતાની બચત અને મિત્ર પાસેથી મળીને રોકડા 12 લાખ ભેગા કરી રાખ્યા હતા.
આ તમામ રોકડ રકમ તેઓએ પહેલા માળે આવેલી ઓફિસના કબાટમાં મુકયા હતા. આ દરમિયાન જીતેન્દ્રભાઈની માતા ગત તા.5મીના રોજ દ્રારકા ધાર્મિક યાત્રાએ ફરવા માટે ગયા હતા. તે દરમિયાન બંધ મકાનનો તસ્કરોએ લાભ ઉઠાવી મુખ્ય દરવાજાની લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કરી જીતેન્દ્રભાઈની ઓફીસના કબાટમાંથી રોકડા ૧૨ લાખ તેમજ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલ તેની માતાના રૂમના કબાટમાંથી રોકડા 1,50,000, ચાર બંગડી, સોનાની વીટી, તુલસીની સોનાની માળા મળી કુલ રૂપિયા 18,68,595 ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જીતેન્દ્રભાઈ ગતરોજ કોર્ટમાં હતા તે વખતે તેમની પત્નીએ ફોન કરી ચોરી અંગે જાણ કરતા તેઓ સીધા ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડ્યો હતો અને કબાટમાંથી રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂપિયા 18,67,595 મતાની ચોરી થઈ હોવાનુ બહાર આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણયા ચોર ઈસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશને કોરોના દર્દીઓ માટે શરૂ કરી ટેલી મેડિસન સેવા, 24 કલાક મળશે ડૉક્ટર
આ પણ વાંચો : Assembly Election 2022: પક્ષોએ સમજાવવું પડશે કે ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારની શા માટે પસંદગી કરાઇ : ચૂંટણી પંચ