Ahmedabad : કોર્પોરેશને કોરોના દર્દીઓ માટે શરૂ કરી ટેલી મેડિસન સેવા, 24 કલાક મળશે ડૉક્ટર
શહેરના તમામ દર્દીઓ 14499 નંબર પર ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અપાશે અને જો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ હશે તો પણ જણાવવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાના દર્દીઓ માટે AMCએ સંજીવની ટેલી મેડિસિન સેવા શરૂ કરી છે.જેમાં આરોગ્ય પ્રધાન તથા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટીંગમાં તેઓની સૂચના અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંજીવની ટેલી મેડીસીન સેવા શરૂ કરવામાં આવી છે. હોમ આઇસોલેશનમાં રહેલા સંક્રમિત દર્દીઓ માટે આ સેવા શરૂ કરાઇ છે.
હોમ આઈસોલેશન દરમિયાન દર્દીઓની તબિયત બગડે તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકાશે. આ ઉપરાંત શહેરના તમામ દર્દીઓ 14499 નંબર પર ડોક્ટરો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. તેમજ દર્દીઓને યોગ્ય માર્ગદર્શન અપાશે અને જો હોસ્પિટલમાં દાખલ થવાની સ્થિતિ હશે તો પણ જણાવવામાં આવશે.
આ હેલ્પલાઈન નંબર 24 કલાક ચાલુ રહેશે માટે ગમે ત્યારે સમસ્યા જણાતા કોલ કરી શકાશે. કોર્પોરેશન સંચાલિત “સંજીવની કોરોના ઘર સેવા ટીમ” સમયાંતરે દર્દીઓની મુલાકાત લઈ તેમની તબિયતનું ચેકીંગ કરે છે. અને હવે આ હેલ્પલાઈન નંબર ઉપર પણ કોરોનાથી સંક્રમિત દર્દીઓ યોગ્ય માહિતી પણ મેળવી શકશે.
અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઇ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.જેમાં તેમણે કહ્યું કે અમદાવાદમાં ગમે તેવી પિક આવશે તો પણ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી.કારણ કે તંત્ર દ્વારા 25 હજાર 900 લોકોને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.તો સાથે સાથે તેમણે દાવો કર્યો કે ઓમિક્રોનથી પણ લોકોએ ડરવાની જરૂર નથી.જીનોમ સિકવનસિંગ દ્વારા ઓમીક્રોનનો ભય ઓછો જાણવા મળ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે નવા પ્રતિબંધોને લઇને આરોગ્ય મંત્રીએ કહી આ વાત
આ પણ વાંચો: Surat : કોરોના સંક્રમણનો રોજે રોજ નવો રેકોર્ડ, આજે બપોર સુધી શહેરમાં વધુ 750 નાગરિકો સંક્રમિત