Surat : પુણામાં પ્રેમ પ્રકરણમાં-કાર સળગાવાઈ, સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો

|

Mar 30, 2022 | 4:52 PM

સીસીટીવી કેમેરામાં લાલસીંગ મહિન્દ્રા પીકઅપ કારમાંથી ઉતરી ઈર્ટિગા પર જવલનશીલ પ્રવાહી ફેંકતો કેદ થયો હતો. પ્રેમપ્રકરણની અદાવતમાં તેને રાજેન્દ્ર સોનીની કાર સળગાવી દીધી હતી.

Surat : પુણામાં પ્રેમ પ્રકરણમાં-કાર સળગાવાઈ, સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો
Surat: In a love affair in Pune, a car was set on fire, police arrested the accused on the basis of CCTV footage

Follow us on

Surat : પુણાની મુકતિધામ સોસાયટીમાં શનિવારે મધ્ય રાત્રીએ જુની અદાવતમાં જલદ પ્રવાહી નાંખી કાર સળગાવનારા (Car FIRE) યુવક સામે પોલીસે ગુનો નોંધી અટકાયત કરી છે. સીસીટીવી (CCTV) કેમેરામાં યુવકની કરતુત કેદ થઈ હતી. પ્રેમ સંબંધની અદાવતમાં કાર સળગાવી દેવાતા બાજુમાં પાર્ક કલેરો ટેમ્પો પણ સળગી ઉઠયો હતો.મળતી માહીતી પ્રમાણે શનિવારે મધરાત્રે બે વાગ્યે પુણાગામમાં આવેલી મુકતિધામ સોસાયટીમાં રહેતા રામસિંહે ફાયરબ્રિગેડને કોલ કરી ઘર પાસે પાર્ક કરેલા તેના ટેમ્પો અને ઈર્ટિગા કારમાં આગ લાગી હોવાની માહીતી આપી હતી. ફાયરની ટીમે સ્થળ પર જઈ ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડની પ્રાથમિક તપાસમાં મામલો શંકાસ્પદ લાગ્યો હતો. અકસ્માતે નહિ પણ કોઈકે કાર સળગાવી હોવાનું લાગ્યું હતુ. ટેમ્પાના માલિક દ્વારા પણ આ અંગે શંકા વ્યકત કરાઈ હતી. આગની ઘટના પહેલા એક બોલેરોમાં આવેલો શંકાસ્પદ વ્યકતિ સ્થાનિક વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

જે અંગે પુણા પોલીસને પણ જાણ કરાઈ હતી. દરમિયાન ઈર્ટિંગા કાર માલિક રાજેન્દ્ર પ્રસાદ સોનીએ આ મામલે પુણા પોલીસમાં લાલસીંગ મોતીસીંગ રાજપુત સામે ફરિયાદ નોંધાવી હતી. સીસીટીવી કેમેરામાં લાલસીંગ મહિન્દ્રા પીકઅપ કારમાંથી ઉતરી ઈર્ટિગા પર જવલનશીલ પ્રવાહી ફેંકતો કેદ થયો હતો. પ્રેમપ્રકરણની અદાવતમાં તેને રાજેન્દ્ર સોનીની કાર સળગાવી દીધી હતી. કાર સળગતા બાજુમાં પાર્ક કરેલો રામસિંગ ચંદાનાનો ટેમ્પો પણ સળગી ગયો હતો. પુણા પોલીસે ગુનો નોંધી લાલસિંગ રાજપુતની અટક કરી હતી. સીસીટીવી કેમેરામાં લાલસીંગનો ફાંડો ફુટતા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢયો હતો.

સુરતમાં કોમર્શિયલ કોમ્પલેક્ષમાં આગ લાગી

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આજે એક કોમ્પલેક્ષના બેઝમેન્ટ ફ્લોરમાં આવેલ ફેશન ડિઝાઈનિંગની (Classes)ક્લાસીસમાં આગ (FIRE) ફાટી નીકળી હતી. દુર્ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનાને પગલે ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા પાંચ વિદ્યાર્થીઓનો (STUDENT)ચમત્કારિક બચાવ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ ફાયર વિભાગ દ્વારા ધરાર ગેરકાયદેસર ધમધમતાં આ ફેશન ડિઝાઈન ટ્યુશન ક્લાસને તાત્કાલિક સીલ મારીને વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો : Jamnagar: રેલ્વે સ્ટેશન પર મળેલા થાનગઢના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન, ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 તથા બાળ કલ્યાણ સમિતિનો ઉમદા પ્રયાસ રંગ લાવ્યો

આ પણ વાંચો : સુરત ઉધના રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાની હત્યા બીજા કોઈ નહિ પણ તેના ભણેજે જ કરી હોવાનો ખુલાસો થયો, શું હતું હત્યાનું કારણ?

 

Next Article