સુરત : કાપોદ્રામાં પતિને એવું તો શું થયું તો પતિએ પત્નીની હત્યા કરવી પડી ?

મૂળ જૂનાગઢના વિસાવદરના ખોડાસણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા અશ્વનીકુમાર રોડ ક્ષમા સોસાયટી ઘર નં.212 માં રહેતા વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ખીમાણીયા કાપોદ્રા ગાયત્રી સોસાયટી ખાતા નં.325 માં સુરેશભાઈ ભગતના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે.

સુરત : કાપોદ્રામાં પતિને એવું તો શું થયું તો પતિએ પત્નીની હત્યા કરવી પડી ?
Surat: Husband kills wife in Kapodra, killer surrenders before police
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2022 | 6:35 PM

SURATના કાપોદ્રા અશ્વનીકુમાર રોડ સ્થિત ક્ષમા સોસાયટીમાં રહેતા હીરાના કારખાનાના મેનેજરે ગતરાત્રિ દરમિયાન પત્નીની (WIEF) ઠંડે કલેજે હત્યા (Murder) કરી હતી. બાદમાં તે લાશ પાસે સુઈ સવારે નાહીધોઈ તૈયાર થઈ કારખાને દીકરાને બાઈકની ચાવી આપી પોલીસ સમક્ષ હાજર થયો હતો. અને ગુનો કબુલતા પોલીસે તેના ઘરે પહોંચી લાશનો કબજો મેળવી કાર્યવાહી કરી હતી.

મૂળ જૂનાગઢના વિસાવદરના ખોડાસણ ગામના વતની અને સુરતમાં કાપોદ્રા અશ્વનીકુમાર રોડ ક્ષમા સોસાયટી ઘર નં.212 માં રહેતા વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ ખીમાણીયા કાપોદ્રા ગાયત્રી સોસાયટી ખાતા નં.325 માં સુરેશભાઈ ભગતના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના બે પુત્રો પૈકી મોટો પુત્ર વનરાજ તેમના જ કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરે છે. જયારે નાનો પુત્ર નિલેશ ઉર્ફે નીતિન ઘર જ છે.વતનમાં મોટા બાપાની દીકરી કોમલની 13મીના રોજ સગાઈ હોવાથી હીરાબાગ ખાતે સોહમનગરમાં રહેતા બીજા મોટા બાપા જ્યંતિભાઈ વતન ગયા હોય.

ગતરાત્રે બંને ભાઈ તેમના ઘરે સુવા ગયા હતા.જયારે તેમના પપ્પા અને મમ્મી દયાબેન આજે સાંજે વતન જવાના હોવાથી સવારે નિલેશ નાસ્તો પાણી કરવા માટે ઘરે ગયો હતો. અને પપ્પા પાસેથી પૈસા લાવ્યો હતો.બંને ભાઈ મિત્ર સતીષ સાથે બહાર ચા નાસ્તો કરી છુટા પડયા હતા. અને વનરાજ કારખાને ગયો હતો. જયારે નિલેશ મોટા પપ્પાના ઘરે ગયો હતો. સવારે 8.30 કલાકે વિઠ્ઠલભાઈ કારખાને આવ્યા હતા અને તેને બાઈકની ચાવી આપી ચાલ્યા ગયા હતા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બાદમાં બપોરે વનરાજને જાણ થઈ હતી કે મમ્મીને કંઈક થયું છે. આથી તે ઘરે પહોંચ્યો તો ત્યાં તેના પપ્પા પોલીસની સાથે હાજર હતા. વનરાજે પપ્પાને સાઈડમાં લઈ જઈ પૂછતાં તેમણે શાંતિથી જવાબ આપ્યો હતો કે વતન નહીં આવવા બાબતે ઝઘડો થતા મેં તારી મમ્મીને રાત્રે દોઢથી અઢી વાગ્યાના અરસામાં પેટમાં કોણી મારી, મોઢું, નાક અને ગળું દબાવી મારી નાંખી છે. પપ્પાની વાત સાંભળી વનરાજ ચોંકી ગયો હતો.બાદમાં તેને જાણવા મળ્યું હતું કે પાંચ મહિના અગાઉ તેની મમ્મી સીતાનગર ચોકડી પાસેથી સમાજના યુવાન સાથે ભાગી ગઈ હતી.

અને બાદમાં પરત ફરી હતી ત્યાર બાદ મમ્મી-પપ્પા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. કોમલની સગાઈમાં આવવા ગતરાત્રે દયાબેને ઇન્કાર કરતા વિઠ્ઠલભાઈએ તેની ઠંડે કલેજે હત્યા કરી હતી. બાદમાં તે લાશ પાસે સુઈ સવારે નાહીધોઈ તૈયાર થઈ કારખાને દીકરાને મળી બાઈકની ચાવી આપી હતી. પણ તેને પત્નીની હત્યા અંગે એક શબ્દ પણ જણાવ્યો નહોતો.

બાદમાં તે વરાછા પોલીસ સમક્ષ હાજર થયો હતો અને ગુનો કબુલતા વરાછા પોલીસે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસ વિઠ્ઠલભાઈને લઈ તેના ઘરે પહોંચી હતી. કાપોદ્રા પોલીસે વનરાજની ફરિયાદના આધારે ગુનો નોંધી વિઠ્ઠલભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

આ પણ વાંચો : કેનેડામાં ગયેલા ગુજરાતના 150 વિદ્યાર્થી સહિત દેશના 2500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ત્રણ કોલેજોને તાળા લાગ્યા

g clip-path="url(#clip0_868_265)">