SURAT : પત્ની પર અત્યાચારની હદ, લફરાબાજ પતિને સામાજિક કાર્યકર મહિલાએ જાહેરમાં મેથીપાક ચખાડયો, વીડિયો ખૂબ વાયરલ
સામાજિક કાર્યકર મહિલાએ કહ્યું કે, તેઓ 7 દિવસ બાદ બહારગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પીડિત મહિલાના ઘરે પહોંચી તપાસ કરતા ભરતના મોબાઇલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા પરિણીતાના લફરાબાજ પતિને પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતા જોઈ જનાર પરિણીતા સામે શરમાવવાની જગ્યાએ પત્નીને જ ઢોર માર મારી અધમુવી બનાવી દીધી હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પરણીત હોવા છતાં અન્ય સ્ત્રીઓ સાથે લફરાઓ કરતાં પુરુષો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં એવો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.વરાછામાં પતિને અન્ય સ્ત્રી સાથે વિડીયો કોંલમાં રંગરેલીયા મનાવતા જોઈ જનાર પત્નીની સામે શરમાવવાની જગ્યાએ પત્નીને ઢોર માર મારી આંખ અને માથાના ભાગ પર ઈજા પહોંચાડી હતી. સમગ્ર ઘટનાની જાણ સામાજિક કાર્યકર મહિલાને જાણ થતાં તેણીએ પત્ની સાથે મારકૂટ કરનાર પતિને જાહેરમાં તમાચાં મારી ઘરમાં કામ કરતી મહિલાઓની ઈજજત કરવાનો પાઠ ભણાવ્યો છે.
લગ્નના સાત વર્ષના ગાળામાં અઢી વર્ષથી 7થી વધુ વખત પત્નીને માર મારી અધમુવી બનાવી દેનાર પતિને છેલ્લી વોર્નિંગ આપી હતી. વરાછા વિસ્તારમાં રહેતી અને સામાજિક કાર્યો સાથે જોડાયેલ દર્શીના બેન જાનીને ઘરમાં ઘરકામ કરવા આવતી મહિલાના પરિવાર પતિ- પત્ની સહિત બે સંતાનો છે. પીડીત મહીલા બધાના ઘરકામ કામ કરી પતિને ઘર ચલાવવામાં મદદરૂપ બને છે. જયારે તેનો પતિ એક વોચમેન છે. તેઓની આર્થિક પરિસ્થિતિ પણ બિલકુલ સારી નથી. તેનો પતિ જયાં વોચમેન તરીકે કામ કરે છે ત્યાં આખું પરીવાર નાનકડી રૂમમાં રહે છે. 5 ઘરના કામ કરી પીડિતા બાળકોનો અભ્યાસ ખર્ચ અને ઘર ખર્ચ કાઢવામાં પણ મદદરૂપ થાય છે. દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો ગામડે કે, પ્રવાસે ગયા હોવાથી પીડિત મહિલા બપોરે જ ઘરે પહોંચી ગયા હતા.
જ્યાં એમના પતિ બાળકોને ભૂખ્યા રાખી મોબાઈલ પર વીડિયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતા હતા. મહિલાએ એટલું જ કહ્યું કે, બાળકોને તો જમાડી દેવા જોઈએ. પછી મોબાઈલ પર ચોંટી રહો, બસ આ વાત પર પતિ ગુસ્સે ભરાતા પત્નીને બાળકોની સામે જ માર મારી આંખમાં લોહી ઉતારી લીધું હતું. એટલું જ નહીં પણ દિવાલ સાથે અફાડી અફાડીને માર માર્યો હતો.
સામાજિક કાર્યકર મહિલાએ કહ્યું કે, તેઓ 7 દિવસ બાદ બહારગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. જેથી તાત્કાલિક પીડિત મહિલાના ઘરે પહોંચી તપાસ કરતા ભરતના મોબાઇલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો. એટલું જ નહીં પણ 24 કલાકમાંથી મોટાભાગનો સમય મહિલાઓ સાથે વીડિયો કોલિંગમાં પસાર કરતો હોવાનું સામે આવ્યું હતું. બસ એટલે એને એના જ ઘર એટલે કે સોસાયટીમાં જાહેરમાં લાવી તમાચા મારવા પડ્યા હતા. સોસાયટીના પ્રમુખે પણ અગાઉ ભરતને વોર્નિંગ આપી હતી. તેને નોકરી પરથી કાઢી મુકવાના હતા.
જોકે એ વખતે મેં મધ્યસ્થી કરી હતી.અને છેલ્લી વાર માફ કરી દેવા કહ્યું હતું. કારણ કે, તેનાથી પીડિત મહિલા પર બોજો વધી જશે અને ઘર સાથે વોચમેન પતિની આવક પણ જતી રહેશે. તો ઘર કેમ ચાલશે એવા તમામ વિચારોથી સંમત સોસોયટીવાસીઓએ દબાણ કરતા ભરતે માફી માગી બીજીવાર આવું ન થાય એની બાહેંધરી આપી કમાઉ પત્નીનું સન્માન કરતી શીખ લીધી હોવાનું દર્શના જાનીએ વધુમાં જણાવ્યું હતું. હાલ આ વીડીયો સોશિયલ મીડીયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.