Surat: લોકોને 3 કરોડનો ચુનો ચોપડનાર ભાગેડુ રાકેશ ભીમાણીની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસાઓ
સુરત શહેરના વરાછા -સીમાડા સહિત આસપાસના નાગરિકોને સોનાના ઘરેણાં સામે ઉંચા વ્યાજે લોન આપવાના નામે ઉઠમણું કરતાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. આ આખા પ્રકરણમાં એક પછી એક 85 જેટલા નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં અરજી કરવામાં આવતાં ઠગાઈનો આંકડો 3 કરોડ સુધી પહોંચી ગયો હતો.
સુરત શહેરના વરાછા અને આસપાસના નાગરિકોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડનારા અને શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ આઈબીવી ફાઈનાન્સના ભાગેડુ આરોપીઓ પૈકી રાકેશ ભીમાણીને આજે ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન રાકેશ ભીમાણીએ જણાવ્યું હતું કે, તેણે ઉચાપત કરેલી મોટા ભાગની ૨કમનું રિઅલ એસ્ટેટમાં રોકાણ કર્યું હતું. જો કે, આ દરમ્યાન તેનો પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોવાનું જણાવતાં ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પિતા અને પુત્રોએ ઠગાઈ આચરી
મળતી માહિતી અનુસાર સુરત શહેરના વરાછા -સીમાડા સહિત આસપાસના નાગરિકોને સોનાના ઘરેણાં સામે ઉંચા વ્યાજે લોન આપવાના નામે ઉઠમણું કરતાં સેંકડો નાગરિકોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. આ આખા પ્રકરણમાં એક પછી એક 85 જેટલા નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ મથકોમાં અરજી કરવામાં આવતાં ઠગાઈનો આંકડો 3 કરોડ સુધી પહોંચી ગયો હતો. જેને પગલે પોલીસ કમિશનર દ્વારા આ પ્રકરણમાં ઈકો સેલને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. ઈકો સેલ દ્વારા આઈબીવી ફાયનાન્સને તાળુ મારીને નાસી છૂટેલા ધીરૂભાઈ અને તેમના બે પુત્રો રાકેશ અને તુષારને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવતાં અંતે રાકેશને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.
સોનાના ઘરેણાં તેણે તમિલનાડુ બેંકમાં જમા કરાવ્યા
અઠવામાં રાકેશ હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીએ જણાવ્યું હતું કે, લોકો પાસેથી લીધેલા સોનાના ઘરેણાં તેણે તમિલનાડુ બેંકમાં જમા કરાવ્યા હતા અને હાલ 11 કિલો સોનુ બેંકમાં જમા હોવાની ચોંકાવનારી માહિતી તેણે આપી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…