Breaking News : ગુજરાતની 5 જેલના જેલર સામે થશે કાર્યવાહી, ગેરકાયદેસર વસ્તુઓ મળી આવવા મામલે થશે બદલી

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન જેલ સફાઈ અંતર્ગત કડક પગલાં લેવામાં આવશે. ગેરકાયદેસર વસ્તુઓ મળી આવવા મામલે આ જેલરોની બદલી થશે. રાજ્યની તમામ જેલોમાં ચાલેલા ઓપરેશન બાદ સરકાર કડક પગલાં લેશે.

Breaking News : ગુજરાતની 5 જેલના જેલર સામે થશે કાર્યવાહી, ગેરકાયદેસર વસ્તુઓ મળી આવવા મામલે થશે બદલી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 12, 2023 | 3:41 PM

ગુજરાતના અંદાજે પાંચથી વધુ જેલોના જેલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મિશન જેલ સફાઈ અંતર્ગત કડક પગલાં લેવામાં આવશે. ગેરકાયદેસર વસ્તુઓ મળી આવવા મામલે આ જેલરોની બદલી થશે. રાજ્યની તમામ જેલોમાં ચાલેલા ઓપરેશન બાદ સરકાર કડક પગલાં લેશે.

આ પણ વાંચો- Gujarati Video : બનાસકાંઠા વખા ગામમાં ગૌચરની જમીનમાં મળ્યો મેડિકલ વેસ્ટનો જથ્થો, ગ્રામજનોમાં રોષ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હજુ સુધી જેલરોના નામ સામે નથી આવ્યા

ગુજરાતમાં 5 જેલોના જેલરો સુધીની બદલી કરવામાં આવશે. એનો સીધો મતલબ એવો પણ સામે આવી રહ્યો છે કે આ જેલરો જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેલમાં ચાલી રહી હતી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે અત્યારે આ જેલરોના નામ સામે નથી આવ્યા. પરંતુ આ 5 જિલ્લાના જેલરોની બદલી આ 15 દિવસમાં જ થઇ શકે છે. તેની સાથે જ તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.

થોડા દિવસ પહેલા જેલમાં કરવામાં આવી હતી કાર્યવાહી

જેલોમાં સર્ચ ઓપરેશન બાદ પણ અત્યારે જેલોમાં કઇ પ્રકારની કામગીરી થઇ રહી છે તેના પર ગૃહ વિભાગની સતત નજર છે. જેલમાં મોબાઇલ ફોન હોય કે, નશાકારક દ્રવ્ય હોય કે પછી ગેરકાયદેસર ચીજ વસ્તુઓ હોય જ્યાં જ્યાથી મળી આવી છે તે જેલમાં કાર્યવાહી કરવામાં આવશે.

24 માર્ચે મોડી સાંજે ગુજરાતભરની 17 જેલમાં અચાનક જ ગુજરાત પોલીસના 1700 કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અહેવાલો મુજબ ઘણી જેલોમાંથી ગાંજો, તમાકુ, મોબાઈલ ફોન વગેરે મળી આવ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતે આ કાર્યવાહી પર નજર રાખવામાં આવી હતી અને સમગ્ર માહિતી મેળવવામાં આવી હતી.

જેલમાંથી મળી હતી પ્રતિબંધિત વસ્તુઓ

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરાયું હતુ.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">