સુરત : પોન્ઝી સ્કીમ ચલાવતી આર.ઇ.ગોલ્ડનું ઉઠમણું, અંદાજિત સાડા 5 લાખ સભ્યો છેતરાયાનું અનુમાન, કંપનીના પ્રમુખની અટકાયત

ડિંડોલીમાં આર.ઇ.ગોલ્ડ કંપની રોકાણના નામે રૂપિયા મેળવીને તે રૂપિયા પરત નહીં કરતા કંપનીના પ્રમુખ અજય કટારીયા વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અટકાયત કરી છે.

સુરત : પોન્ઝી સ્કીમ ચલાવતી આર.ઇ.ગોલ્ડનું ઉઠમણું, અંદાજિત સાડા 5 લાખ સભ્યો છેતરાયાનું અનુમાન, કંપનીના પ્રમુખની અટકાયત
Ponzi Scheme - Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 12:24 PM

સુરતના (SURAT) ડિંડોલી વિસ્તારમાં પોન્ઝી સ્કીમ (Ponzi scheme)ચલાવતી આર.ઇ. ગોલ્ડનું (R.E. Gold)ઉઠમણું થતા લાખો લોકોને રૂપિયા ફસાઈ ગયા છે, અંદાજિત સાડા પાંચ લાખ લોકો મેમ્બર બન્યા હોય આંકડો ઘણો મોટો હોવાનું અનુમાન વચ્ચે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ડિંડોલીમાં આર.ઇ.ગોલ્ડ કંપની રોકાણના નામે રૂપિયા મેળવીને તે રૂપિયા પરત નહીં કરતા કંપનીના પ્રમુખ અજય કટારીયા વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે અટકાયત કરી છે.

ડિંડોલીમાં આવેલ પ્રિયંકા ટાઉનશિપમાં રહેતા પ્રહલાદ સુખદેવ પાટીલ જમીન લે-વેચનું કામ કરે છે. પ્રહલાદને તેના મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, ડિંડોલીમાં રામીપાર્ક પાસે આવેલ રીઝન પ્લાઝામાં અજયભાઈ કટારીયાએ આર.ઇ.ગોલ્ડ નામની કંપની શરૂ કરી છે. તેમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે આથી માત્ર રૂ.26400 રોકવાથી 3 મહિનામાં રૂ.80 હજાર મળશે એવી વાત કરી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પ્રહલાદ કંપનીની ઓફિસમાં જઈ અજય કટારિયાને મળ્યા હતા. અજય કટારીયાએ પણ સ્કીમ સમજાવી હતી. પ્રહલાદે રૂ.26,400 જમા કરાવ્યા હતા.3 મહિના પછી પ્રહલાદ આર.ઇ.ગોલ્ડ કંપનીમાં રૂપિયા લેવા જતા ત્યાં અજય મળ્યો ન હતો. ત્યાં નોકરી કરતા કર્મચારીઓએ કહ્યું હતું કે હાલમાં રૂપિયા આપવાનું બંધ છે.અજય કટારીયા ઓફિસે નથી આવતો. ત્યાર બાદ પ્રહલાદ અવાર-નવાર ઓફિસે જતા હતા. પરંતુ રૂપિયા મળ્યા નહતા. પ્રહલાદની જેમ અન્ય લોકોએ પણ રોકાણ કર્યું હતું. તેઓ પણ કંપનીમાં તેમના રૂપિયા લેવા આવતા હતા. તેઓને પણ રૂપિયા મળ્યા ન હતા. પ્રહલાદે હાલ એકલાએ અજય કટારીયા વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યું હતું કે પ્રહલાદ સુખદેવ પાટીલએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અજયભાઈ કટારીયાએ આર.ઇ.ગોલ્ડ નામની કંપની શરૂ કરી હતી. જેમાં સ્કીમ ચલાવતા હતા. જે અંતર્ગત રોકાણ કારે 2400 રૂપિયા ભરીને આઈડી ખરીદવાની હોય છે. જે આઈડીના આધારે કંપની તરફથી હર્બલ પ્રોડક્ટ આપવામાં આવતી હતી. જે આઈડી ખરીદ્યા બાદ આઈ ખરીદનારના હસ્તક બીજા 100 આઈડી બને તો આઈડી ખરીદનારને 80 હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ ઇસેનટીવ તરીકે આપવામાં આવ્યું હતું. આવી રીતે લોકોને સ્કીમમાં લોભાયા હતા. અને ત્યારબાદ કંપનીએ રીટન આપવાનું બંધ કરી દેતા આ મામલે ફરિયાદ આવી હતી. અત્યાર સુધી 5 લાખથી વધુ લોકોએ આઈડી બનાવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

ફોટોમાં દેખાતા અને લોકોને ઠગનારા આરોપી અજય કટારીયાની ધરપકડ ડીંડોલી પોલીસે કરી લીધી છે, અજય કટારીયા આર ઇ ગોલ્ડના પ્રમુખ તરીકે કામ કરતો હતો અને તેને અનેક લોકો સાથે ઠગાઇ કરી હોવાનું પણ કહેવાઇ રહ્યું છે.મોબાઈલમાં એપલીકેશન બનાવી ને લોકો પાસે રૂપિયા નું રોકાણ કરાવતો હતો અજય ,અને માત્ર સુરતમાં નહિ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ લોકો પાસે આવી રીતે રોકાણ કરવું છે,હાલ પ્રાથમિક પૂછપરછમાં આરોપી એ અંદાજિત પાંચ લાખ લોકો પાસે રોકાણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : ખોડલધામ રાજકોટથી 20 કિમી દૂર શિક્ષણ-આરોગ્યનું ભવ્ય ધામ બનાવશે, નરેશ પટેલની જાહેરાત

આ પણ વાંચો : BHARUCH : વહેલી સવારે ધુમ્મ્સ છવાયું, વિઝિબ્લિટીમાં ઘટાડાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો

g clip-path="url(#clip0_868_265)">