BHARUCH : વહેલી સવારે ધુમ્મ્સ છવાયું, વિઝિબ્લિટીમાં ઘટાડાથી વાહનવ્યવહાર ધીમો પડ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:25 AM

જે સૂર્યોદય સાથે ભરૂચમાં વાતાવરણમાં ઘુમ્મ્સનું સફેદ આવરણ નજરે પડ્યું હતું.વાહનવ્યવહાર ઉપરાંત રેલ વ્યવહારને પણ સામાન્ય અસર પહોંચી હતી.

ભરૂચ(Bharuch)માં આજે વહેલી સવારથીવાતાવરણમા ધુમ્મ્સ(Fog)થી ચાદર છવાયેલી જોવા મળી હતી. ગુલાબી ઠંડક વચ્ચે વાતાવરણમાં છવાયેલા ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો(low visibility) થયો હતો. વાહન વ્યવહાર(Transportation) અને રેલ(Railway) વ્યવહારને પણ આંશિક અસર પહોંચી હતી.

આજે સૂર્યોદય સાથે ભરૂચમાં વાતાવરણમાં ઘુમ્મ્સનું સફેદ આવરણ નજરે પડ્યું હતું. ભરૂચમાં એક તરફ ધુમ્મ્સના કારણે નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા તો સાથે કેટલીક સમસ્યાઓ પણ નજરે પડી હતી. વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે 48 અને દહેજ હાઇવે ઉપ્પર વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો. સદનશીબે વિઝિબ્લિટી ઘટવાના કારણે જિલ્લામાં માર્ગ અકસ્માતની કોઈ ઘટના સામે આવી નથી.

ખેડૂતોમાં ધુમ્મ્સને લઇ મિશ્રા પ્રતિક્રિયા મળી રહી છે. ધુમ્મ્સના કારણે ઘઉં અને કઠોળની ખેતી કરનાર ખેડૂત ખુશ છે તો આંબાવાડીના મલિક નિરાશ છે. કઠોળની ખેતીમાં ધુમ્ર્સના કારણે ભેજ મળવાથી સારા ઉત્પાદનની આશા બંધાય છે તો બીજી તરફ આબમાં ઝાકળના કારણે ફુગજન્ય રોગના કારણે મોર ખરી જવાનો ભય રહેતો હોવાનું ખેતી નિષ્ણાંત નિર્મલસિંહ યાદવ જણાવી રહ્યા છે.

વાહનવ્યવહાર ઉપરાંત રેલ વ્યવહારને પણ સામાન્ય અસર પહોંચી હતી. ધુમ્મ્સના કારણે રેલવેને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જોકે સમય વીતતા સૂર્યનારાયણ જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા સાથે સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધી હતી.

 

આ પણ વાંચો : કચ્છ : સસ્તા સોનાની લાલચે ઠગાઇ કરતી કુખ્યાત ટોળકીને નકલી નોટ અને સોના સાથે ભુજ LCB એ ઝડપી

 

આ પણ વાંચો : અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ થવાની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ

 

Published on: Jan 21, 2022 10:00 AM
g clip-path="url(#clip0_868_265)">