Surat: ખાસ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો ચોર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની આ થીયરી કામ કરી ગઈ

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન તેમને એક રીઢો ચોર સુથારસિંગ સીકલીગર પાંડેસરાની આશાપુરી સોસાયટી પાસે ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની બાતમી મળી હતી.

Surat: ખાસ મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરતો ચોર ઝડપાયો, ક્રાઇમ બ્રાન્ચની આ થીયરી કામ કરી ગઈ
Surat Crime Brach Arrested the Theif
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2022 | 11:50 AM

સુરત (Surat) શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) ડુપ્લીકેટ ચાવી (Duplicate Key) બનાવવાના બહાને લોકોના ઘરમાં ઘુસી દાગીના અને રોકડ રકમની ચોરી(Theft) કરતાં રીઢા આરોપીને ઝડપી લીધા છે. પાંડેસરાની આશાપુરી સોસાયટી પાસેથી આ આરોપીઓેને પકડી લેવાયા છે. આરોપીઓેની ધરપકડથી પાંડેસરા તેમજ અઠવા પોલીસ મથકની હદમાં બનેલા બે ચોરીના ગુનાનો ભેદ ઉકલી ગયો છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફ રાત્રે પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન તેમને એક રીઢો ચોર સુથારસિંગ સીકલીગર પાંડેસરાની આશાપુરી સોસાયટી પાસે ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે વોચ ગોઠવી હતી. જે પછી પાંડેસરનાની આશાપુરી સોસાયટી પાસેથી રીઢોચોર સુથાપસીંગ જલસીંગ સીકલીગરને ઝડપી પાડી તેની પાસેથી સોનાની ઝુમ્મર વાળી બુટ્ટી તથા સોનાની નાની બુટ્ટી, સોનાનું પેન્ડન્ટવાળું મંગળસુત્ર, ચાંદીના સાકળા ઇને હીરોહોન્ડા મોટસાયકલ મળી કુલ રૂ. 1.45 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે સુરતના રહેણાંક વિસ્તારોમાં ડુપ્લીકેટ ચાવી બનાવવાના બહાને લોકોના ઘરમાં ઘુસી આ ચોર મકાનમાં ચોરી કરતો હતો. આ આરોપી મકાન માલિકની નજર ચુકવી દાગીના અને રોકડ રકમની ચોરી કરતો હતો અને બાદમાં ત્યાંથી ફરાર થઇ જતો હતો. જો કે હવે તે સુરત ક્રાઇમ બ્રાંચના સકંજામાં આવી ગયો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બીજા પણ અનેક ગુનાના ભેદ ખુલ્યા

ક્રાઈમ બ્રાન્ચની પુછપરછમાં રીઢાચોર સુથારસિંહ સીકલીગરે ગત દિવાળી તહેવારના દિવસોમાં અઠવા પોલીસ મથકની હદમાં આવેલા સગરામપુરા લાલવાડી મહોલ્લાના એક મકાનમાં ચાવી બનાવવાના બહાને ઘુસી જઈ રૂ. 1.15 લાખના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. આ ઉપરાંત તેણે પાંડેસરા સખીનગરમાં તેમજ ચાર મહિના પહેલા પાંડેસરના નાગસેન નગર અને સોનગઢના શ્રીરામ નગરમાં પણ આજ મોડસ ઓપરેન્ડી અપનાવીને તિજોરીની ચાવી બહાર બનાવવાના બહાને ઘરમાં ઘુસી રોકડ તેમજ દાગીનાની ચોરી કર્યાની કબુલાત કરી હતી.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની વધુ તપાસમાં આરોપી સુથાર સિંહ સિકલીદર અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદ નંદુરબાર નવસાગી ગ્રામ્ અને સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પણ ઘરોમાં ઘુસી રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતુ. આ અંગે વધુ તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે.

આ પણ વાંચો-

Go Corona Go : સુરતમાંથી વિદાય લેતો કોરોના, પહેલીવાર હીરા-કાપડ માર્કેટમાંથી એક પણ કેસ નહીં

આ પણ વાંચો-

Surat : જુઓ ભવિષ્યમાં કેટલું શાનદાર દેખાશે સુરતનું બુલેટ ટ્રેન સ્ટેશન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">