AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Go Corona Go : સુરતમાંથી વિદાય લેતો કોરોના, પહેલીવાર હીરા-કાપડ માર્કેટમાંથી એક પણ કેસ નહીં

કોરોનાના કેસો ઓછા થતા હવે સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં પણ ઓફલાઈન હીયરીંગ આગામી તારીખ 21 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. જે મોટી રાહત ની વાત છે. સુરતમાં જે 47 નવા કેસો નોંધાયા છે તેમાંથી 31 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છે, જયારે 9 વ્યક્તિઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નાઠો. આમ, કોરોના હવે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિદાય લેતો દેખાઈ રહ્યો છે.

Go Corona Go : સુરતમાંથી વિદાય લેતો કોરોના, પહેલીવાર હીરા-કાપડ માર્કેટમાંથી એક પણ કેસ નહીં
Great relief to the system as cases of corona are reduced from Surat(File Image )
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 12, 2022 | 8:37 AM
Share

સુરતમાં કોરોનાના (Corona ) કેસોના ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સુરતમાં નવા 47 સાથે નવા 120 કેસ સામે આવ્યા છે . જેમાં શહેરમાં(Surat )  45 દિવસ બાદ 50 થી ઓછા ૪૭ કેસો સામે આવ્યા નોંધાયા છે. જ્યારે ગ્રામ્યમાં 73 નવા કેસ નોંધાયા છે. શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 358 દર્દીઓ કોરોનામાં સાજા થયા છે . ત્યારે ગ્રામ્યમાં(Rural ) આજે કોરોનામાં એક જ દર્દીનું મોત નીપજતાં આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

શહેરમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે . ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં 73 ત્યારે શુક્રવારે 45 દિવસ બાદ 50 ની અંદર કેસો આવ્યા હતા . શુક્રવારે માત્ર 47 કેસો નોંધાયા છે . જેમાં રાંદેર ઝોનમાં 12 અને અઠવા ઝોનમાં 11 કેસો નોંધાયા હતા . કતારગામ , લિંબાયત , ઉધના એ , વરાછા બી , વરાછા એ , સેન્ટ્રલ અને ઉધના ઝોનમાં મળીને 24 કેસો સામે આવ્યા છે .

કોરોનાની સારવાર લઇ રહેલા 191 દર્દી આજે સારા થયા હતા . શહેરમાં હાલ 786 એક્ટિવ કેસો છે . જેમાં 60 જેટલા દર્દીઓ હોસ્પિટલાઇઝ છે . જે પૈકી નવી સિવિલ હોસ્પિટલમાં 21 અને સ્મીમેર હોસ્પિટલમાં 14 ઉપરાંત અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે . ગ્રામ્યમાં મોતનો સિલસિલો યથાવત રહ્યો છે, પણ શુક્રવારે માત્ર એક જ દર્દીનું મોત થયું હતું .

બારડોલી તાલુકામાં રહેતા 68 વર્ષીય વયોવૃધ્ધનું મોત નિપજ્યું હતું . જ્યારે ગ્રામ્યમાં નવા 73 કેસો સામે આવ્યા છે . જેમાં બારડોલી તાલુકામાં 19 , માંડવી તાલુકામાં 18 અને ઓલપાડ તાલુકામાં 13 કેસ નોંધાયા હતા . ઉપરાંત કામરેજ , માંગરોળ , મહુવા , પલસાણા અને ચોર્યાસી તાલુકામાં મળીને 23 કેસો સામે આવ્યા હતા . કોરોનાની સારવાર લઇ રહેલા 167 દર્દીઓ આજે સાજા થયા હતા .

સુરતમાં આ પહેલી વાર છે કે વિદ્યાર્થી અને કાપડ માર્કેટમાંથી એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના કેસો ઓછા થતા હવે સુરત ડીસ્ટ્રીકટ કોર્ટમાં પણ ઓફલાઈન હીયરીંગ આગામી તારીખ 21 ફેબ્રુઆરીથી શરૂ થવાની સંભાવના છે. જે મોટી રાહત ની વાત છે. સુરતમાં જે 47 નવા કેસો નોંધાયા છે તેમાંથી 31 વ્યક્તિઓ ફુલ્લી વેક્સીનેટેડ છે, જયારે 9 વ્યક્તિઓએ વેક્સિનનો એકપણ ડોઝ લીધો નથી. આમ, કોરોના હવે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી વિદાય લેતો દેખાઈ રહ્યો છે.

આ પણ વાંચો :

Surat: 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા

Surat: દુકાનદારો અને પેટ્રોલપંપના કર્મચારીને ઠગનાર ઝડપાયો, એસોજી પોલીસે કરી ધરપકડ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">