સુરત : ચકચારી પાંડેસરા કેસ, માતા-પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો, આવતીકાલે સજા સંભળાવાશે
સુરતના પાંડેસરામાં એક માતા અને બાળકીની લાશ 2018ના રોજ એક ઝાડી -ઝાંખરા વિસ્તારમાંથી મળી આવી હતી. પહેલા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અને બાદમાં બીજા દિવસે માતાનો મૃતદેહ જીવાઉ બુડિયા પાસે હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી આવ્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આજથી 4 વર્ષ પહેલાં થયેલ માતા અને બાળકી રેપ-હત્યા કેસના (Mother and child rape-murder case)આરોપીને સુરત કોર્ટ (Court) દોષિત ઠેરવ્યા છે. આ કેસ મામલે સુરત કોર્ટ દ્વારા આવતીકાલે ( 5 માર્ચ 2022) સજાનું એલાન સંભળાવશે.
સુરતના પાંડેસરા (Pandesara)વિસ્તારમાં એક માતા અને બાળકીની લાશ 2018ના રોજ એક ઝાડી -ઝાંખરા વિસ્તારમાંથી મળી આવી હતી. પહેલા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. અને બાદમાં બીજા દિવસે માતાનો મૃતદેહ જીવાઉ બુડિયા પાસે હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી આવતા પોલીસે તેનો કબજો લઈને પોલીસે પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે પીએમ રિપોર્ટ સામે આવ્યું હતું. માતા અને બાળકી સાથે પહેલા રેપ થયો હતો. બાદમાં તેને તડપાવીને હેરા પરેશાન કરી હત્યા નીપજાવી હતી. એટલું નહીં આરોપી દ્વારા અનેકવાર માતા અને બાળકીને ઢોર માર મારી હત્યા કરી હતી, અને બાદમાં માસુમ બાળકીની અને માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી.
બનાવને પગલે સુરત પોલીસે આ કેસને ગંભીરતા લઈને જે-તે સમયના પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા અલગ અલગ 15 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. આ રેપ વિથ હત્યાના કેસમાં સંડોવાયેલ મુખ્ય આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર અને મદદ કરનાર આરોપીને હરિઓમ ગુર્જરને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલ બંન્ને આરોપીઓને સુરત પોલીસને સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે 4 વર્ષ બાદ સુરત કોર્ટ દ્વારા મુખ્ય આરોપી અને મદદ કરનાર આરોપીને દોષિત ઠેરવાવામાં આવ્યા છે.
ત્યારે આ કેસ મામલે સુરત કોર્ટ દ્વારા આવતીકાલે ( 5 માર્ચ 2022) સજાનું એલાન થશે. જેતે સમયના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ જેવા કે અત્યારના એસીપી બી.એન.દવે એસીપી પી.એલ.ચૌધરી દ્વારા તપાસ અને પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટમાં કેશ ચાલતો હતો. ત્યાં સુરત કોર્ટે આજે મુખ્ય આરોપીને દોષિત જાહેર કર્યા સાથે તેની મદદ કરનાર આરોપીને પણ દોષિત જાહેર કર્યા બાદ આ કેસમાં આવતીકાલે સજાનું એલાનમાં કડક સજા થાય તેવી શક્યતા છે. જે રીતે સુરત શહેરમાં રેપની ઘટના અને હત્યાના કેસો વધી રહ્યા છે. ત્યારે આરોપીઓને સબક માટે અને સમાજમાં ગુનેગારોને ડર ઉભો થાય તે હેતુથી છેલ્લા થોડા સમયમાં 2 રેપ વિથ હત્યાના કેસમાં બેને ફાંસી અને બે કેસમાં આજીવન કેદની સજાનું એલાન કરાયું હતું. ત્યારે આ કેસમાં પણ આવી જ રીતે કડક સજા સુરત કોર્ટ ફટકારી તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.
આ પણ વાંચો : Ahmedabad : દસક્રોઈના મેશ્વો નદી પરના મેજર બ્રિજનું શનિવારે લોકાર્પણ, ચાર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે