છ નગરપાલિકાઓમાં ગટર લાઇન જોડવા રૂ. 9.48 કરોડના કામોને મુખ્યમંત્રીની મંજૂરી, કપડવંજ-સાવલી-દેવગઢબારિયા-ચકલાસી-બારેજા-છોટાઉદેપૂરની સોસાયટીઓને લાભ મળશે

છ નગરપાલિકાઓમાં ગટર લાઇન જોડવા રૂ. 9.48  કરોડના કામોને મુખ્યમંત્રીની મંજૂરી, કપડવંજ-સાવલી-દેવગઢબારિયા-ચકલાસી-બારેજા-છોટાઉદેપૂરની સોસાયટીઓને લાભ મળશે
To connect sewer lines in six municipalities, Rs. CM approves 9.48 crore works (ફાઇલ)

રાજ્યમાં કપડવંજ, સાવલી, દેવગઢ બારિયા, ચકલાસી, બારેજા અને છોટાઉદેપૂર નગરપાલિકાઓની સોસાયટીઓના મકાનોના ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની વિવિધ દરખાસ્તો શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 04, 2022 | 6:27 PM

Gandhinagar: રાજ્યની 6 નગરપાલિકાઓના (Municipality) કુલ 17800 ઉપરાંત રહેણાંક મકાનોની ગટર લાઇન (Sewer line)મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂ. 9.48 કરોડના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (Urban development plan)અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના આ વિવિધ કામોની દરખાસ્તને CM ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી. કપડવંજ-સાવલી-દેવગઢબારિયા-ચકલાસી-બારેજા અને છોટાઉદેપૂર નગરપાલિકાઓની સોસાયટીઓને મળશે લાભ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel)રાજ્યની 6 નગરપાલિકાઓના 17883 જેટલા રહેણાંક મકાનોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા કુલ 9.48 કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપી છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યના નગરોમાં આવા જનસુખાકારી કામો હાથ ધરવામાં આવે છે

તદ્દઅનુસાર, જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીના ઘરોની ગટર લાઇન સાથે જોડાયેલા ન હોય તેવી સોસાયટીના રહેણાંક મકાન-ઘરને કુટુંબ દિઠ રૂ. 7 હજારની મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે. રાજ્યમાં કપડવંજ, સાવલી, દેવગઢ બારિયા, ચકલાસી, બારેજા અને છોટાઉદેપૂર નગરપાલિકાઓની સોસાયટીઓના મકાનોના ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાની વિવિધ દરખાસ્તો શહેરી વિકાસ વિભાગે મુખ્યમંત્રી સમક્ષ રજુ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં સ્વચ્છતા-પર્યાવરણ જાળવણીના સંકલ્પને સાકાર કરતાં આ દરખાસ્તોને સૈદ્ધાંતિક અનૂમતિ આપી છે.

આના પરિણામે હવે, કપડવંજ નગરપાલિકા વિસ્તારના રપપ ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂ. 7.78 લાખ, સાવલીમાં 2757 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા 66.87 લાખ, દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારના 1200 રહેણાંક મકાનો માટે 84 લાખ, ચકલાસી નગરપાલિકાના 3574 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂ. 1 કરોડ 23 લાખ, બારેજા નગરપાલિકાના 1510 રહેણાંક મકાનો માટે 81.63 લાખ તેમજ છોટાઉદેપૂર નગરપાલિકા વિસ્તારની સોસાયટીના 8587 ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવા રૂ. 5.85 કરોડની ગ્રાંટ ફાળવવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : દસક્રોઈના મેશ્વો નદી પરના મેજર બ્રિજનું શનિવારે લોકાર્પણ, ચાર જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે

આ પણ વાંચો : અમદાવાદની શાળાઓમાં દ્વિભાષી માધ્યમની શરૂઆત થઈ, જૂન 2022 થી ‘ગ્લોબલ ગુજરાતી માધ્યમ’ માં બાળકોને ભણાવવામાં આવશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati