Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત

સુરતના ઉધના વિસ્તારમાં એક ખાનગી બસ-ગુરુક્રુપા ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં દરરોજ દમણથી સુરતની ટ્રીપ મારતા હતા. ત્યારે ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ ભાઠેના મેન રોડ પર આ ટ્રાવેલ્સ બસ આવી રહી છે.

SURAT : ખાનગી ટ્રાવેલ્સમાં દારુનો જથ્થો ઝડપાયો, 15 મુસાફરોના લગેજમાંથી વિદેશી દારુ જપ્ત
SURAT: Alcohol seized in private travels
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 25, 2021 | 5:56 PM

સુરતમાં ઉધના પોલીસે અસક ખાનગી ટ્રાવેલ્સમાં 15 મુસાફરો પાસે લગેજમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતો અને 15 મુસાફરો ને પકડી પાડયા છે.દક્ષિણ ગુજરાતમાં દારૂ પકડવો એટલે કોઈ મોટી વાત નથી હોતી. કારણ કે દક્ષિણ ગુજરાત પહેલાથી જ દારૂ માટે પંકાઈ ગયું છે. ત્યારે ઉધના પોલીસે માહિતીના આધારે એક બસમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. અરે અહીં આ વાત પુરી થતી નથી. બસ એટલે કે કોઈ ડેકીમાં નહિ પણ એક-એક પેસેન્જર પાસે અલગ અલગ દારૂની બોટલો મળી આવતા પોલીસ માટે ચોંકી ઉઠી હતી.

સુરતના ઉધના વિસ્તારમાં એક ખાનગી બસ-ગુરુક્રુપા ટ્રાવેલ્સ નામની ખાનગી બસમાં દરરોજ દમણથી સુરતની ટ્રીપ મારતા હતા. ત્યારે ઉધના પોલીસને માહિતી મળી હતી કે ઉધના વિસ્તારમાં આવેલ ભાઠેના મેન રોડ પર આ ટ્રાવેલ્સ બસ આવી રહી છે. અને બસમાં મુસાફરો દ્વારા દારૂ લાવવામાં આવી રહ્યો છે. તે માહિતીના આધારે ઉધના પોલીસે ભાથેનાં નજીક રાત્રીના સમયે વોચ રાખી, ત્યારે ગુરુકૃપા ટ્રાવેલ્સ આવતાની સાથે બસને ઉભી રાખવામાં આવી હતી. અને બસ ડ્રાઈવર અને કંટકટરની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસ દ્વારા બસની તપાસ શરૂ કરી હતી.

ત્યારે આ બસમાં મુસાફરોને આખો ખાલી કરવામાં આવ્યા હતા. કારણ કે જેમ બસમાં એક પછી એક સીટ અને મુસાફરોની તલાશી લેતા એક પછી એક અલગ અલગ વિદેશી બ્રાન્ડની બોટલો મળી આવતા પોલીસ ચોંકી હતી.આમ કુલ મળી ઉધના પોલીસે વિદેશી દારૂ અને બિયર મળીને 137 બોટલ મળી આવી, જે કબ્જે કરી સાથે ખાનગી બસમાંથી 4 મહિલા સહિત કુલ 16 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ લોકો દમણ ખાતે ગયા હતા અને જેથી આ લોકો ઘર માટે પેસેન્જર દારૂ લાવ્યા હોવાનું કહ્યું હતું. ઉધના પોલીસે બસ કબ્જે કરી વિદેશી દારૂ અને તમામ પેસેન્જરની અટકાયત કરવામાં આવી બસ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો

જે રીતે માહિતી મળી રહી છે કે આ ટ્રાવેલ્સ દ્વારા દરરોજ દમણથી સુરત ટ્રીપ હોવાથી અવાર નવાર આ ખાનગી બસમાં દારૂ લાવવામાં આવતો હતો તેવું સૂત્રો પાસે માહિતી મળી રહી છે હાલમાં તો ઉધના પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">