Surat: 4 વર્ષ પહેલા સોના-ચાંદીની દુકાનમાં હથિયારો સાથે ઘૂસીને માલિકની હત્યા કરનારા આરોપીને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા

|

Jul 30, 2021 | 8:24 PM

વર્ષ 2017માં સુરતના નવસારી બજાર ખાતે આવેલ રાજેશ્રી હોલ નજીક ચોક્સી મહેન્દ્ર કે .શાહ " નામની સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરનારની દુકાન આવેલી હતી. તે સમયે દુકાનના માલિક મહેન્દ્રકુમાર જેવાલાલ શાહ બેસેલ હતા, ત્યારે લૂંટના ઈરાદે હથિયાર બતાવી દુકાન માલિકને ધમકાવી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.

Surat: 4 વર્ષ પહેલા સોના-ચાંદીની દુકાનમાં હથિયારો સાથે ઘૂસીને માલિકની હત્યા કરનારા આરોપીને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા
Surat Police

Follow us on

સુરતના (Surat) નવસારી બજાર વિસ્તારમાં વર્ષ 2017માં સોના-ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરાણ કરવાની દુકાનમાં હથિયારો લઈ લુંટ કરવાના ઈરાદે ઘુસી માલિકની હત્યા કરનાર આરોપીને ઝડપી લેવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch)ને સફળતા મળી છે. સુરતમાં ગંભીર પ્રકારના ગુનાઓ સતત બનતા રહે છે, ત્યારે ભૂતકાળમાં ગંભીર ગુનાઓ આચરનાર આરોપીનોને પકડવા માટે સુરત પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ અનેક ગુનાના આરોપીને પોલીસે શોધી કાઢવા માટે ખાસ આયોજન કર્યું છે. સુરતમાં અગાઉ નવસારી બજારમાં સોના ચાંદીના દાગીના પર રૂપિયા વ્યાજે આપતા દુકાન માલિકની દુકાનમાં વર્ષ 2017માં પ્રવેશ કરી બંદૂકની અણીએ લૂંટ કરવાનો પ્રયાસ કરતા દુકાન માલિકે આ લુંટારુનો પ્રતિકાર કરતા તેની હત્યા કરી ભાગી છૂટેલા આરોપીને સુરતની ક્રાઈમ બ્રાન્ચે ઉતરપ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

 

 

આ ગંભીર ગુનાની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં સુરતના નવસારી બજાર ખાતે આવેલ રાજેશ્રી હોલ નજીક ચોક્સી મહેન્દ્ર કે .શાહ ” નામની સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરનારની દુકાન આવેલી હતી. તે સમયે દુકાનના માલિક મહેન્દ્રકુમાર જેવાલાલ શાહ બેસેલ હતા, ત્યારે લૂંટના ઈરાદે હથિયાર બતાવી દુકાન માલિકને ધમકાવી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. જોકે દુકાન માલિકે આ લૂંટારુનો સામનો કર્યો અને પ્રતિકાર કરતા આરોપીઓએ તેમની પાસેના પિસ્ટલ તથા તમંચાથી ફાયરીંગ કરી મહેન્દ્રભાઈ શાહની હત્યા કરી ભાગી છૂટ્યા હતા.

 

જોકે આ ગંભીર ઘટના બાદ સુરત પોલીસ દોડતી થઈ હતી અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી, ત્યારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીનું નામ સામે આવ્યુ હતું. ઉતરપ્રદેશના શીરખાન ઉર્ફે સન્ની નવાબખાન પઠાણ નામ સામે આવતા પોલીસે શોધખોળ કરી હતી, ત્યારે લાંબાગાળા બાદ પોલીસે આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

 

જોકે આ આરોપીની પૂછપરછ દરમિયાન મુદશીર ઉર્ફે મુદ્રા ઈલીયાસ ગાજી સાથે મળીને “ લૂંટના ઈરાદે દુકાનમાં પ્રવેશ કરીને દુકાન માલિકની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે આ આરોપીની વિરુદ્ધ વધુ કાર્યવાહી કરી આરોપીને આજે કોર્ટ સમક્ષ રજુ કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જોકે નામદાર કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ આપતા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી સાથે તપાસ શરુ કરી છે.

 

આ પણ વાંચો : Surat : આ વિસ્તારના લોકોને કોરોના નહિ પણ પાણીજન્ય રોગચાળાની સતાવી રહી છે ભીતિ

 

આ પણ વાંચો :Surat: ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોએ સ્વૈચ્છીક સ્થળાંતર શરૂ કર્યું, અડાજણ આવાસમાં મકાન ફાળવાયા

Next Article