Surat: અમરોલી વિસ્તારમાં પિતાએ દીકરાનું કારાવડાવ્યું અપહરણ, જાણો શું છે સમગ્ર મામલો
Surat: નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.
Surat: અમરોલી છાપરાભાઠા રોડ સ્થિત અમરદીપ સોસાયટીમાં કૌટુંબિક ભાઈ સાથે રહી લોન કન્સલ્ટીંગનું કામ કરતાં યુવકનું અપહરણ (Kidnapping) થયું હોવાની ઘટના સામે આવી હતી. ગત મધરાત્રીએ સ્કોર્પિયો કારમાં આવેલાં ચાર મળતીયા અપહરણ કરીને જીયા ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસે લઈ ગયા હતા. નશાના રવાડે ચડી વતનમાં રહેતા પિતાના ઘરે જતો ન હોવાથી યુવા પુત્રને નશામુક્તિ કેન્દ્રમાં ખસેડવા મામલે તેના જ પિતાના ઈશારે અપહરણ કરનારા ચારેય અપહરણ કર્તાઓની અમરોલી પોલીસે (Surat Police) અટકાયત કરી છે.
શહેરમાંથી વધુ એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાના દીકરો વ્યસનની લતે લાગી ગયો હતો. જેને લઈ પિતાએ પોતાના દીકરાને વ્યસન મુક્તિ કરવામાં માટે અનેક પ્રયાસો કર્યા હતા પણ કોઈ નિકાલ ન આવતા આખરે ન કરવાનું કર્યું. પોતાના દીકરા સાથે પિતાએ ખાનગી વ્યસન મુક્તિ કેન્દ્રના માણસો સાથે દીકરાનું અપહરણ કરાવ્યું હતું. ઘટના છે સુરતના અમરોલી વિસ્તારની મુળ સૌરાષ્ટ્રના અમરેલીના લાઠી તાલુકાના પીપરીયા ગામનાં વતની અને હાલ અમરોલી છાપરાભાઠાં રોડ સ્થિત અમરદીપ સોસાયટીના ફલેટ નં- એ-3 -403માં રહેતા કૌટુંબિક કલ્પેશભાઈ લલીતભાઈ માલવીયા સાથે રહી સોસાયટીમાં જ સાંઈ વેદ એન્ટરપ્રાઈઝના નામથી લોનની ઓફિસ ધરાવતાં 34 વર્ષીય જગદીશભાઈ પ્રેમજીભાઈ માલવિયાની.
તેને દારૂની લતે ચઢયા હોવાથી વતનમાં રહેતા પિતાના ઘરે જતા ન હતા. જેથી 70 વર્ષીય પિતા પ્રેમજીભાઈ માલવીયા દ્વારા ગત મધ્યરાત્રીના 12.30 વાગ્યાના અરસામાં અબ્રામારોડ પર આવેલા જી. ફાર્મમાં ચાલતા જીયા ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવતાં પરિચિતોને મોકલ્યા હતા. લોનનું કામ હોવાનું બહાનું કાઢી બહાર બોલાવ્યા બાદ આ ચારેય જણા સ્કોર્પિયો કારમાં બેસાડી જગદીશભાઈને અપહરણ કરી ટ્રસ્ટવી ઓફિસે લઈ ગયા હતા.
આમ બીજી તરફ સમગ્ર હકીકતથી અજાણ કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયા દ્વારા આપહરણ મામલે અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી. રાત્રીના સમયે મોબાઈલ બંધ આવતા અમરોલી પોલીસે આજરોજ સવારે મોબાઈલ લોકેશનનાં આધારે અપહરણ કરનારા જતીનભાઈ નટરવરભાઈ પટેલ, તથા મયુરભાઈ ગોરધનભાઈ ઘેલાણી, તેમજ વિજયકુમાર મોહનલાલ પરમાર અને શબ્બીર હુસેનગુલામ અબ્બાસ મોમીનને ઝડપી પાડયા હતા. અમરોલી પોલીસે કૌટુંબિક ભાઈ કલ્પેશ માલવિયાની ફરિયાદ લઈ ચારેય વિરુધ અપહરણનો ગુનો અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં પિતા અને બીજા ત્રણ લોકોને અમરોલી પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે મહત્વનું એ છે કે પિતાએ કેટલી હદે પરેશાન થયા હશે કે પોતાના જ દીકરાનું અપહરણ કરવાડાવું પડ્યું.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો