શિલ્પા શેટ્ટીની વધી મુશ્કેલી, SEBI એ ફટકાર્યો રૂપિયા 3 લાખનો દંડ

|

Jul 28, 2021 | 9:52 PM

અશ્લિલ ફિલ્મ બનાવવા અને તે ફિલ્મ વિશેષ એપ ઉપર અપલોડ કરવાના ગુનામાં જેલમાં રહેલા રાજ કુન્દ્રા (Raj Kundra) અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓ ઘટવાને બદલે રોજબરોજ વધી રહી છે.

શિલ્પા શેટ્ટીની વધી મુશ્કેલી, SEBI એ ફટકાર્યો રૂપિયા 3 લાખનો દંડ
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા

Follow us on

બોલિવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા અશ્લિલ ફિલ્મ બનાવવા અને મોબાઈલ એપ ઉપર એપલોડ કરવાના ગુનામાં જેલમાં સબડી રહ્યો છે. એવામાં રાજ કુન્દ્રાની પત્નિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી રહી છે. એવા સમાચાર સામે આવ્યા છે કે, સેબીએ, શિલ્પા શેટ્ટીને રૂપિયા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે. રાજ કુન્દ્રા અને તેની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ સેબી ( ઈનસાઈડ ટ્રેડીગ પ્રતિબંધ)ના નિયમોનો ભંગ કર્યો હતો. જેના માટે શિલ્પા શેટ્ટીને સેબીએ રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે.

અશ્લિલ ફિલ્મ બનાવવા અને તે ફિલ્મ વિશેષ એપ ઉપર અપલોડ કરવાના ગુનામાં જેલમાં રહેલા રાજ કુન્દ્રા (Raj Kundra) અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીની (Shilpa Shetty) મુશ્કેલીઓ ઘટવાને બદલે રોજબરોજ વધી રહી છે. એક તરફ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા 14 દિવસની જ્યુડીશયલ કસ્ટડીમાં જેલમાં છે. એવા સમયે, સેબી ( Securities and Exchange Board of India- SEBI) એ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુધ્ધ દંડકીય કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 27મી જુલાઈએ કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસના જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. મુંબઈની હાઈકોર્ટમાં રાજ કુન્દ્રાની જામીન અરજી ઉપર હાથ ધરાયેલી સુનાવાણીમાં રાજને ઝટકો લાગ્યો છે. રાજ કુન્દ્રાની જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. રાજ કુન્દ્રાને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગત 19મી જુલાઈએ અશ્લિલ ફિલ્મ બનાવવા અને મોબાઈલ એપ ઉપર અપલોડ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસે કહ્યુ છે કે રાજ કુન્દ્રા સામેના ગુનાને લગતા તેમની પાસે પુરતા પૂરાવાઓ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જો કે રાજ કુન્દ્રાની પત્નિ અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને હજુ પોલીસ તરફથી કોઈ જ ક્લિન ચીટ અપાઈ નથી. ફોરેન્સિક એકસપર્ટ રાજ કુન્દ્રાની કંપનીના બેંક એકાઉન્ટની તપાસ કરી રહ્યા છે. રાજ કુન્દ્રાની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝમાં શિલ્પા શેટ્ટી ડાયરેકટર છે. અશ્લિલ ફિલ્મથી જે કોઈ આવક થતી હતી તે તમામ વિયાન ઈન્ડ્સ્ટ્રીઝના બેંક ખાતામાં જમા થતા હતા. આ પૈસા શિલ્પા શેટ્ટી વપરાશ કરી રહી હતી. આ કારણોથી શિલ્પા શેટ્ટીને પોલીસે હજુ સુધી ક્લિન ચીટ નથી આપી.

આ પણ વાંચોઃ Raj Kundra Case: કુંદ્રાની જામીનની અરજી પર કોર્ટે આપ્યો કુંદ્રાને ઝટકો, અરજી કરી નામંજૂર

 

Next Article