Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી

NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે ((Sameer wankhede) દિલ્હી પહોંચ્યા અને મીડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, "મને સમન્સ મોકલવામાં આવ્યું નથી. હું અહીં અલગ હેતુ માટે આવ્યો છું. મારી સામેના આરોપો પાયાવિહોણા છે."

Aryan khan drug case : દિલ્લી પહોંચ્યા બાદ સમીર વાનખેડે કહ્યું, મને કોઈ સમન્સ મોકલવામાં નથી આવ્યું, મારા વિરુદ્ધ લાગેલા આરોપમાં કોઈ દમ નથી
NCB Zonal Director Sameer Wankhede. (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:31 AM

NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer wankhede) જે આર્યન ખાન ડ્રગ કેસની (Aryan Khan Drug Case) તપાસ કરી રહી છે તે દિલ્હી (delhi) પહોંચી ગયા છે. આર્યન ખાનના કેસને દબાવવા માટે 25 કરોડની ડીલના આરોપમાં તેની પૂછપરછ કરવામાં આવશે. દિલ્હી પહોંચ્યા બાદ સમીર વાનખેડેએ મીડિયા સાથે વાત કરતા સ્પષ્ટતા કરી હતી કે તેમને સમન્સ મોકલવામાં આવ્યું નથી. તેઓ 25 કરોડના સોદાના કેસનું ખંડન કરે છે અને આ આરોપ પાયાવિહોણા છે. તેણે કહ્યું કે તેને જે પણ સવાલ પૂછવામાં આવશે, તે તેનો જવાબ આપશે. પરંતુ તેઓ અલગ હેતુથી દિલ્લી આવ્યા છે.

NCB મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે દિલ્હી પહોંચ્યા અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “મને સમન્સ મોકલવામાં આવ્યું નથી. હું અહીં એક અલગ હેતુ માટે આવ્યો છું. મારા પરના આરોપો પાયાવિહોણા છે.”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

NCB મંગલવારના સમીર વાનખેડે સામેના આરોપો અંગે વિભાગીય તપાસ શરૂ કરશે NCB મંગળવારથી સમીર વાનખેડે સામેના આરોપોની વિજિલન્સ તપાસ શરૂ કરશે. આ તપાસ NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ કરશે. ત્રણ અધિકારીઓ સમીર વાનખેડેની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેને આર્યન ખાન કેસની જવાબદારીમાંથી હટાવી શકાય છે. બની શકે છે કે NCB દિલ્હી હેડક્વાર્ટરમાં જ આ તપાસ કરશે નહીં તો ત્રણેય અધિકારીઓ સમીર વાનખેડે સાથે મુંબઈ પરત ફરશે અને અહીં આવીને તપાસ શરૂ કરશે.

જણાવી દઈએ કે આ કેસના 9 સાક્ષીઓમાંથી એક ફરાર સાક્ષી કિરણ ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે દાવો કર્યો છે કે તેણે કિરણ ગોસાવી અને સેમ ડિસોઝા નામના વ્યક્તિ વચ્ચે ફોન પર થયેલી વાતચીત સાંભળી હતી. ગોસાવી કહેતા હતા 25 કરોડનો બોમ્બ મુકો આખરે 18 કરોડમાં ડીલ ફાઈનલ કરો. તેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાનું કહેવાયું હતું. બાદમાં ગોસાવી અને સેમ વાદળી રંગની મર્સિડીઝ કારમાં શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીને મળ્યા હતા. ત્રણેયે 15 મિનિટ સુધી વાત કરી. પરંતુ બાદમાં પૂજાએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : IPL New Teams Auction Updates :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં અમદાવાદ અને લખનૌ બે નવી ટીમો રમતી જોવા મળશે,હવે 10 ટીમો વચ્ચે જંગ જામશે

આ પણ વાંચો :પુલવામા: ‘અમે આતંકવાદ સહન કરી શકતા નથી, મોદી સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે’, ગૃહમંત્રી અમિત શાહે CRPF કેમ્પમાં જવાનોને કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">