Sabarkantha: રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા 4 શખ્શો ઝડપાયા, 25 હજાર જેટલી રકમમાં વેચતા હતા ઈન્જેક્શન

હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે જેની અછત વર્તાઈ રહી છે એવા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્શોને પોલીસે ઝડપી પડ્યા. સાબરકાંઠા એલસીબીએ રંગેહાથે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે કે ઈન્જેકશનને કેવી રીતે મેળવવામાં આવી રહ્યા હતા.

Rahul Vegda
| Edited By: | Updated on: May 01, 2021 | 7:45 PM

Sabarkantha: હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓ માટે જેની અછત વર્તાઈ રહી છે એવા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા ચાર શખ્શોને પોલીસે ઝડપી પડ્યા. સાબરકાંઠા એલસીબીએ રંગેહાથે આરોપીને ઝડપી લઈને તપાસ હાથ ધરી છે કે ઈન્જેકશનને કેવી રીતે મેળવવામાં આવી રહ્યા હતા.

 

 

એક તરફ હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આરોગ્ય લક્ષી સેવાઓ ના મળવાને લઈ કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ કોરોનાકાળમાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે.

 

હિંમતનગરના સહકારી જિન ચર રસ્તા પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે રેમડેસીવીરનું બીનઅધિકૃત વેચાણ કરતા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે ત્રણ રેમડેસીવીર વાઈલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને અન્ય કોઈ લોકો આ કાળાબજારીમાં સંકળાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

 

પોલીસે ઝડપેલા આરોપીઓ દર્દીઓની મજબૂરીનો લાભ લઈ એક રેમડેસીવીર વાઈલ 25,000 જેટલી રકમમાં વેચતા હતા. ત્યારે પોલીસે ચારેય આરોપીઓ સામે એસેન્સિયલ કોમોડિટી એક્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે અને તપાસ દરમિયાન હજુ વધુ નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

 

નિરજકુમાર બડગુજર,એસપી, સાબરકાંઠા TV9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘ત્રણ રેમડેસીવીર વાઈલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી, રેમડેસીવીર ક્યાંથી લાવ્યા અને અન્ય કોઈ લોકો આ કાળાબજારીમાં સંકળાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઝાડપેલા આરોપીઓ દર્દીઓની મજબૂરીનો લાભ લઈ એક રેમડેસીવીર વાઈલ 25000 જેટલી રકમમાં વેચતા હતા’

 

સાબરકાંઠા જિલ્લામાં પણ રેમડેવિસિવર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. દર્દીઓના સગા પણ દરદર ભટકીને ઇંજેકશન શોધી રહ્યા છે, પરંતુ એમ છતાં પણ તેનો ઉકેલ આવી રહ્યો નથી. ત્યા આવી કપરી સ્થિતીનો લાભ ઉઠાવીને કેટલાક શખ્સો રુપિયા કમાઈ લેવાના સમય તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

 

હિંમતનગર શહેરમાં આ બીજી ઘટના છે કે જેમાં રેમડેવિસિર ઈંજેક્શનને કાળાબજારી કરતી ઝડપવામાં આવી હોય. આ પહેલા પણ હિંમતનગર શહેરમાં એક રાજકીય અગ્રણીના જમાઈની હોસ્પીટલમાંથી પણ ઈંજેકશન દર્દીઓને કાળા બજારી કરાતી હોવાનો ફોડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાડ્યો હતો. ત્યારબાદ હવે હવે વધુ એક કાળાબજારી સામે આવી છે.

 

પકડાયેલા આરોપીઓ

1.ઉત્તમ જયંતીભાઈ સોલંકી

2.દિનેશ જીવાભાઈ વણકર

3.પિયુષ અંબાલાલ પટેલ

4.કમલેશ ધર્માંભાઈ રાઠોડ  તેમજ અન્ય એક સચિન નામનો શખ્શ જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

આ પણ વાંચો: CM રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય, COVID-19 સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની આયાત પરનો IGST TAX રાજ્ય સરકાર ભોગવશે

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">