પુતિનને ‘મનોરોગી’ કહીને ટીકા કરનાર ફેમસ રશિયન મોડલનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો

થોડા સમય પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરનાર પ્રખ્યાત મોડલનો મૃતદેહ 'સુટકેસ'માં બંધ હાલતમાં મળી આવ્યો છે. આ 23 વર્ષની મોડલનું નામ છે ગ્રેટા વેડલર (Russian Model Gretta Vedler).

પુતિનને 'મનોરોગી' કહીને ટીકા કરનાર ફેમસ રશિયન મોડલનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 5:53 PM

થોડા સમય પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) ટીકા કરનાર પ્રખ્યાત મોડલનો મૃતદેહ ‘સુટકેસ’માં બંધ હાલતમાં મળી આવ્યો છે. આ 23 વર્ષની મોડલનું નામ છે ગ્રેટા વેડલર (Russian Model Gretta Vedler). એક વર્ષથી ગુમ થયેલ ગ્રેટાનું સોશિયલ એકાઉન્ટ હજુ ચાલુ હતું. ગ્રેટાનો મૃતદેહ મેળવવાની તપાસની સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, ગ્રેટા ક્યારે ગુમ થઈ હતી. હવે તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે, તો ગ્રેટાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ કોણ હેન્ડલ કરી રહ્યું હતું? જોકે, પ્રારંભિક તપાસમાં ગ્રેટાના પૂર્વ બોયફ્રેન્ડે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કર્યાની કબૂલાત કરી છે. જેની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગ્રેટા વેડલર એ જ રશિયન મોડલ હતી જેણે થોડા સમય પહેલા પોતાના દેશના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ખુલ્લેઆમ ટીકા કરી હતી. ગ્રેટાના નિવેદને દુનિયાને ચોંકાવી દીધી હતી જેમાં તેણે પુતિનને મનોરોગી જાહેર કર્યા હતા. ફોક્સ ન્યૂઝ અનુસાર મોડલ ગ્રેટાની હત્યામાં તેના બોયફ્રેન્ડનું નામ સામે આવ્યું છે. જેનું નામ દિમિત્રી કોરોવિન હોવાનું બહાર આવ્યું છે, ગ્રેટાની તેના પુરુષ મિત્ર દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ મૃતદેહને સૂટકેસમાં ભરીને કારની ડેકીમાં મુકીને ઠેકાણે પાડી હતી.

300 માઈલ દૂર લઈ જઈને હત્યા કરી

અહેવાલો અનુસાર, આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ કબૂલાત કરી છે કે તેણે ગ્રેટાને 300 માઈલ દૂર લઈ જઈને તેની હત્યા કરી હતી, જ્યાં ગ્રેટાની હત્યા કરવામાં આવી હતી તે સ્થળ રશિયામાં લિપેટ્સક તરીકે ઓળખાય છે. હત્યા કર્યા બાદ આરોપીએ ગર્લફ્રેન્ડની લાશને સૂટકેસમાં બંધ કરીને કારની ડેકીમાં મૂકી દીધી હતી. જે બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કરેલી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેની ગર્લફ્રેન્ડ ગ્રેટા સાથે પૈસાની લેવડ-દેવડને લઈને ઝઘડો થયો હતો. આથી તેણે ગ્રેટાનું ગળું દબાવીને હત્યા કરી હતી. એટલું જ નહીં પ્રેમિકાની હત્યા બાદ આરોપી આખી રાત હોટલમાં તેની લાશ સાથે સૂતો રહ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હત્યારો સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરતો હતો

ગ્રેટાની હત્યા કર્યા પછી આરોપી પોતે એક વર્ષ સુધી તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યો હતો જેથી કોઈને શંકા ન થાય કે કોરોવિને ગ્રેટાની હત્યા કરી છે. બીજી તરફ જ્યારે રશિયા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલમાં યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યા છે. આવા સમયે તેમના પર ટિપ્પણી કરનાર પ્રખ્યાત મોડલની લાશ મળવાની ઘટનાએ ઘણા વધુ વણઉકેલ્યા પ્રશ્નો ઉભા કર્યા છે. એવું કહેવાય છે કે, રશિયન રાષ્ટ્રપતિને જાહેરમાં મનોરોગી તરીકે વર્ણવ્યા પછી ગ્રેટા રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. હવે જ્યારે તેના મૃતદેહની શોધ સાથે તેના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર ગ્રેટાની હત્યામાં પકડાયેલો આરોપી તેનો પૂર્વ બોયફ્રેન્ડ છે.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

g clip-path="url(#clip0_868_265)">