ગુજરાતમાં ત્રીજો મોરચો ક્યારેય સફળ થયો નથી: ભાજપ

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે સંગઠન પદાધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી.

ગુજરાતમાં આગામી મહિનાઓમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં આજે ભાજપના કાર્યાલય કમલમ ખાતે સંગઠન પદાધિકારીઓ અને અગ્રણીઓની બેઠક મળી હતી. આ બેઠક પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ  બેઠકના અંતે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ પડકાર નથી. ગુજરાતના રાજકારણ ક્યારે ત્રીજો મોરચો સફળ થયો નથી. તેમજ જો ત્રીજો મોરચો આવશે તો પણ મહદઅંશે કોંગ્રેસના વોટ તોડશે. ભાજપે તેના તમામ સ્તરે  તૈયારીઓ આરંભી દીધી છે.

 

 

આ પણ વાંચો: CM રૂપાણી: ઓળી જોળી પીપળ પાન Dragon Fruitનું ‘કમલમ્’ નવુ નામ!

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati