Rajkot: વિડીયો કોલ શરૂ થતાં જ યુવતીના ઊડી ગયા હોશ, નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી અશ્લીલ માંગણી કરનાર વિરપુરના યુવકની ધરપકડ

|

Sep 22, 2021 | 1:54 PM

યુવતી વધુ કઈ સમજે તે પહેલા જ તેણે વિડીયો કોલ કટ કરી નાખ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં શાતીર યુવકે વિડિયો કોલના સ્ક્રીન શોટ્સ લઈ લીધા હતા

Rajkot: વિડીયો કોલ શરૂ થતાં જ યુવતીના ઊડી ગયા હોશ, નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી અશ્લીલ માંગણી કરનાર વિરપુરના યુવકની ધરપકડ
વિરપુર (જલારામ) નો રહેવાસી કિશન જેન્તિ ડાભી (Kishan Dabhi) ને પોલીસે દબોચી લીધો

Follow us on

Rajkot: ડિજિટલ યુગમાં ગુનાઓ પણ હવે ડિજિટલ (Cyber Crime) થઈ રહયા છે. સોશિયલ મીડિયા (Social Media) પર વિડીયો કોલ કરીને અલગ અલગ રીતે બ્લેકમેલિંગ (Blackmailing)ના કિસ્સાઓ હાલના સમયમાં છાશવારે સામે આવી રહ્યા છે. તેવામાં આવો જ એક બનાવ સામે આવ્યો છે.

જેમાં રાજકોટના વિરપુર (જલારામ) (Virpur Jalaram) નો એક યુવક ઇન્સ્ટાગ્રામ (Instagram) માં યુવતીના નામનું ફેક આઈડી (Fake Id) બનાવી સામે વાળી યુવતી સાથે મિત્રતા કેળવી, બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરીને સ્ક્રીન શોટ વાયરલ કરવાની ધમકી આપીને બીભત્સ માંગણી કરી રહ્યો હતો.

આ બનાવની વિગતવાર જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકની એક યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યુ હતું કે Instagram પર તેને એક યુવતીની ફોલો રિકવેસ્ટ આવી હતી. કોઈ છોકરીના નામે રિકવેસ્ટ હોવાથી તેને એકસેપ્ટ કરી હતી અને બાદમાં વાતોનો સિલસિલો ચાલુ થયો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આરોપી યુવકે, યુવતી તરીકે વાત કરીને વિશ્વાસ કેળવી લીધા બાદ વિડીયો કોલ કરવાની ઈચ્છા દર્શાવી હતી. સામે પણ યુવતી જ છે તેવું માનીને ભોગ બનનાર યુવતીએ વિડીયો કોલ કરવા માટે રાજી થઈ ગઈ હતી. પરંતુ વિડીયો કોલ શરૂ થતાં જ યુવતીના હોશ ઊડી જાય છે. સામે કોઈ યુવતી નહીં પરંતુ કોઈ યુવક નગ્ન અવસ્થામાં હોય છે.

યુવતી વધુ કઈ સમજે તે પહેલા જ તેને વિડીયો કોલ કટ કરી નાખ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં શાતીર યુવકે વિડિયો કોલના સ્ક્રીન શોટ્સ લઈ લીધા હતા. બાદમાં આ જ સ્ક્રીન શૉટનો ઉપયોગ કરીને ભોગ બનનાર યુવતી પાસે અશ્લીલ માંગણી કરી રહ્યો હતો. જો યુવતી આરોપી કિશનના તાબે ન થાય તો આ વિડીયો કોલના સ્ક્રીન શોટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો.

રાજકોટ રેન્જમાં સાઇબર ક્રાઇમ (Cyber Crime Rajkot) ને આ ફરિયાદ મળતા જ ટેકનિકલ એનાલિસિસની મદદથી વિરપુર (જલારામ)નો રહેવાસી કિશન જેન્તિ ડાભી (Kishan Dabhi) ને ઝડપી લીધો હતો. આ સિવાય કોઈ અન્ય યુવતીઓને ભોગ બનાવી છે કે કેમ ? આ બનાવમાં અન્ય કોઈ બીજા લોકો સામેલ છે કે કેમ ? તેના ઊંડાણ સુધી પહોચવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

આ પણ વાંચો: Uttarakhand: સંપત્તિને લગતા વિવાદો સંતો પર ભારે પડી રહ્યા છે, છેલ્લા 3 દાયકામાં 22 સંત આવા કાવતરાનો શિકાર બન્યા

Published On - 1:53 pm, Wed, 22 September 21

Next Article