નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની પ્રથમ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગુજરાતના નવા મંત્રીમંડળમાં મંત્રીઓને વિભાગ ફાળવી દીધા બાદ કેબિનેટની આ પ્રથમ બેઠક છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં દરેક વિભાગોના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે.

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે પ્રથમ બેઠક મળવા જઇ રહી છે . તેમજ નવા મંત્રીમંડળમાં મંત્રીઓને વિભાગ ફાળવી દીધા બાદ કેબિનેટની આ પ્રથમ બેઠક છે. આજે મળનારી કેબિનેટ બેઠકમાં દરેક વિભાગોના પડતર પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. જેમાં મંત્રી તરીકે શપથ લીધા બાદ તમામ પ્રધાનોએ વિભાગનો ચાર્જ પણ સંભાળી લીધો છે. તેમજ વિભાગોના પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા પણ કરી છે.

આ કેબિનેટ બેઠકમાં મહદ અંશે નવરાત્રિને લઈને છૂટ, ધોરણ 1 થી 5 ના વર્ગોને ચાલુ કરવા અંગે, હાલમાં રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદ બાદ રાહત અને બચાવ કામગીરી. તેમજ લોકોને અપાતી કેશડોલ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યની પ્રથમ કેબીનેટના કેટલાક મહત્વના નિર્ણયોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં સોસાયટીઓમાં નવરાત્રિના ગરબાને લઈને તૈયારીઓ શરૂ, આવા હશે નિયમો

આ પણ વાંચો : Rajasthan: લો બોલો ! મેકડોનાલ્ડનાં બર્ગરમાં હતો ઝેરી વીંછી, ખાધા બાદ છોકરાની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

Click on your DTH Provider to Add TV9 Gujarati