RAJKOT : ચોકલેટ ડેના દિવસે યુવતીની છેડતી કરી, વેલેન્ટાઇન ડેના દિવસે પોલીસે પાસામાં ધકેલ્યો
બજરંગવાડીમાં રહેતા અને ઢોસાના ખીરાનો વ્યવસાય કરતા રવિ લાલવાણી નામના એકતરફી પ્રેમીએ ચોકલેટ ડેના દિવસે 32 વર્ષીય યુવતીને ઉભી રાખી હતી અને યુવતીને કહ્યું હતું કે,
ચોકલેટ ડેના (Chocolate Day)દિવસે એક તરફી પ્રેમમાં યુવતીની પજવણી કરનાર પ્રેમીને રાજકોટ (Rajkot) પોલીસે પાસા હેઠળ અમદાવાદની જેલમાં ધકેલી દીધો છે.રવિ લાલવાણી નામના શખ્સે ચોકલેટ ડેના દિવસે એક યુવતીની જાહેરમાં પજવણી (Harassment)કરી હતી.સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી યુવતીની યુવકે પજવણી કરતા પોલીસે તેને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જે બાદ આજે બનાવની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેનું પાસાનું વોરન્ટ કાઢ્યું હતું જે આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ વાળા દ્રારા આ યુવકને પકડી પાડીને અમદાવાદ જેલમાં ધકેલી દીધો છે.
મારૂ પ્રપોઝ નહિ સ્વીકાર તો મારી નાખીશ કહી યુવતીને જાહેરમાં બળજબરી કરી
બજરંગવાડીમાં રહેતા અને ઢોસાના ખીરાનો વ્યવસાય કરતા રવિ લાલવાણી નામના એકતરફી પ્રેમીએ ચોકલેટ ડેના દિવસે 32 વર્ષીય યુવતીને ઉભી રાખી હતી અને યુવતીને કહ્યું હતું કે આજે ચોકલેટ ડે છે તારે મારુ પ્રપોઝ સ્વીકારવું જ પડશે તો પ્રપોઝ નહિ સ્વીકાર તો હું મારી નાખીસ તેવું કહીને જાહેરમાં બથ ભરીને બળજબરી કરી હતી. ગભરાયેલી યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. અને ગાંધીગ્રામ પોલીસે યુવકને પકડી પાડ્યો હતો.
પોલીસે કલમ 354,354(ક),(ઘ) તથા 506(2)મુજબ કરી હતી કાર્યવાહી
32 વર્ષીય યુવતીએ આપેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અસરથી રવિને પકડી પાડ્યો હતો.રવિ વિરુદ્ધ પોલીસે ધાક ઘમકી આપવી અને મહિલાની છેડતી કરીને તેની સાથે બિભસ્ત ચેનચાળા કરવાની કલમ 354,354(ક),(ઘ) તથા 506(2)મુજબ કાર્યવાહી કરીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.