RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત

આ લોકદરબારમાં એસીપી કક્ષાના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ અરજદારો પાસેથી વિગતો મેળવીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી.

RAJKOT : વ્યાજખોરો વિરુદ્ધ પોલીસનો લોકદરબાર, 83 જેટલા પીડિતોની રડતી આંખે રજૂઆત
RAJKOT Police's Lok Darbar against usurers
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 06, 2021 | 3:02 PM

RAJKOT : રાજ્યની વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષના સુશાસનની ઉજવણીમાં રાજકોટ પોલીસ દદ્વારા રૈયારોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરીયમમાં વ્યાજખોરો વિરુદ્ધ લોકદરબારનું આયોજન કર્યું હતું. આ લોકદરબારમાં 83 જેટલા અરજદારો પહોંચ્યા હતા જેઓએ રડતી આંખે પોતાની રજૂઆત પોલીસ સમક્ષ કરી હતી.

આ લોકદરબારમાં એસીપી કક્ષાના અધિકારી હાજર રહ્યા હતા અને તેઓએ અરજદારો પાસેથી વિગતો મેળવીને સંલગ્ન પોલીસ સ્ટેશનમાં સૂચના આપી હતી અને જે વ્યાજખોરો ધાક ધમકી આપીને લોકોને હેરાન કરતા હોય તેની સામે તપાસ શરૂ કરી છે.

5 લાખ સામે 13 લાખ ભર્યા, હજી 10 લાખની ઉઘરાણી રાજકોટના હરિઘવા મેઇન રોડ પર રહેતા કંચનબેન સોલંકીએ કહ્યું હતુ કે તેઓએ પોતાના મોટા દિકરાની કિડનીની સારવાર માટે 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.વ્યાજખોરોના રૂપિયા ભરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે વ્યાજે રૂપિયા લીધા અને અત્યાર સુધીમાં 13 લાખ રૂપિયા ભરી દીધા તો પણ હજુ વ્યાજખોરો 10 લાખ રૂપિયા માંગે છે. નાનો દિકરો કારખાનામાં મજૂરી કામે જાય છે પરંતુ પગાર વ્યાજખોરોને રૂપિયા ચુકવવામાં જ જાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મરણમૂડી ગુમાવી, માસ્ક વેચી ગુજરાન ચલાવાવું પડી રહ્યું છે આ લોકદરબારમાં એક વૃદ્ધ દંપતિ આવ્યા હતા તેને વ્યાજખોરનો ત્રાસ ન હતો પરંતુ તેમણે જેની પાસે પોતાની મરણમૂડીનું રોકાણ કર્યું હતુ તે ક્રેડિટ સોસાયટીના સંચાલકો છેતરપિંડી કરી અને દંપત્તિના 6.50 લાખ રૂપિયા ચાંઉ કરીને રફુચક્કર થઇ ગયા.

મનસુખ રાઠોડ અને તેની પત્નિ રીટાબેને કહ્યું હતુ કે ગાંધીગ્રામ વિસ્તારમાં ગજાનન ક્રેડિટ સોસયટીમાં તેઓએ રોકાણ કર્યુ હતુ અને 6.50 લાખ રૂપિયા 10 ટકા વ્યાજની લાલચે ભર્યા હતા. જો કે આ ક્રેડિટ સોસાયટીનું વર્ષ 2017માં ઉઠમણું થઇ ગયું અને આજે પાંચ વર્ષ વિતવા છતા દંપતિના રૂપિયા મળ્યા નથી.

આંખમાં આસું સાથે દંપતિએ પોલીસને રજૂઆત કરી હતી કે સાહેબ મરણમૂડી હતી હવે કાંઇ બચ્યું નથી માસ્ક વેંચીને ગુજરાન ચલાવીએ છીએે અને એક ટંક જ જમીએ છીએ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ શરૂ કરી છે.

વ્યાજખોરો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવશે : પોલીસ કમિશ્નર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.જો કોઇ વ્યક્તિ ખોટી રીતે હેરાન કરતું હશે તેની સામે કાર્યવાહી થશે.લોકોને પણ નીડર થઇને ફરિયાદ કરવા આગળ આવવા અપીલ કરી છે અને વ્યાજખોરો સામે પાસા હેઠળ જેલમાં ધકેલવા સુધીના પગલા લેવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચો : MEHSANA : ખેરાલુમાં આંગડિયા કર્મી સાથે 8 લાખની લૂંટ, બાઈકસવાર બે યુવાનો લૂંટ ચલાવી ફરાર

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">