Rajkot: દારૂના 26 ગુના અને 3 વખત પાસાની હવા ખાનાર કુખ્યાત બુટલેગર ફિરોજ સંઘી પોલીસના સકંજામાં

|

Jul 05, 2021 | 11:38 PM

ફિરોજ સંઘી વિરૂદ્ધ પોલીસ ચોપડે ખુન, મારામારી, પ્રોહિબીશનના 29 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ત્રણ વખત પાસા હેઠળ નડિયાદ, મહેસાણા અને સુરત જેલની હવા ખાઈ ચૂક્યો છે.

Rajkot: દારૂના 26 ગુના અને 3 વખત પાસાની હવા ખાનાર કુખ્યાત બુટલેગર ફિરોજ સંઘી પોલીસના સકંજામાં
કુખ્યાત બુટલેગર ફિરોજ સંઘી

Follow us on

રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્રમાં વિદેશી દારૂનો કાળો કારોબાર કરનારા ફિરોજ સંઘી (Feroze Sanghi)ની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ પહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં તે વોન્ટેડ હતો, જે બાદ ગત 23મી જૂનના રોજ વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે વાંકાનેર પોલીસને સાથે રાખીને 5,100 જેટલી વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી હતી.

 

જેમાં ફિરોજની સંડોવણી ખુલી હતી, આ બંન્ને ગુનામાં પોલીસ પકડથી ફિરોજ નાસતો ફરતો હતો. જેને આજે પોલીસે મહિકા ગામના પાટીયા નજીકથી પકડી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિરોજ જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી છે અને અગાઉ અનેક વખત પ્રોહિબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

ફિરોજનો ગુનાહિત ઈતિહાસ

પોલીસના કહેવા પ્રમાણે ફિરોજ સંઘી સૌરાષ્ટ્રનો કુખ્યાત બુટલેગર છે, તેની વિરુદ્ધ વર્ષ 2000થી લઈને 2021 સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગરના ધ્રોલ સહિત પોલીસ ચોપડે ખુન, મારામારી, પ્રોહિબીશનના 29 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત ત્રણ વખત પાસા હેઠળ નડિયાદ, મહેસાણા અને સુરત જેલની હવા ખાઈ ચૂક્યો છે.

 

પોલીસની પ્રાથમિક તપાસમાં ફિરોજે અમદાવાદ અને વાંકાનેરની વાડી વિસ્તારમાં ભાગતો ફરતો હોવાની કબૂલાત આપી છે. જો કે હજુ સુધી પોલીસ ફિરોજની વિદેશી દારૂની નક્કર કડી મેળવી શકી નથી. પોલીસની તપાસમાં આ શખ્સ બહારના રાજ્યોમાંથી દારૂ મંગાવતો હોવાની કબૂલાત આપી છે. જો કે તે કોની પાસેથી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસ ફિરોજની વધુ પુછપરછ કરી રહી છે. આ શખ્સ સૌરાષ્ટ્રમાં કોને કોને વિદેશી દારૂ સપ્લાય કરતો હતો, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

જો કે ફિરોજની ઓળખ પોલીસ મિત્ર તરીકે પણ કરવામાં આવે છે અને દરેક વખતે તે પોલીસના હાથમાંથી છટકી જાય છે. પોલીસના સિનિયર અધિકારીઓએ આ અંગે પણ તપાસ શરૂ કરી છે કે પોલીસ ફિરોજ સુધી પહોંચે તે પહેલા કોણ તેને માહિતી આપતું હતુ. હાલમાં પોલીસે ફિરોજની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ન્યુ ક્લોથ માર્કેટમાં કાપડ બજારના 40 વેપારીઓ સાથે રૂ 3.50 કરોડની છેતરપિંડી, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત

Next Article