Ahmedabad ના બાવળામાં યુવકની હત્યામાં પોલીસે બે આરોપીને ધરપકડ કરી, પાંચ આરોપી હજુ ફરાર

બાવળામાં યુવકની હત્યા કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને હત્યાના આરોપી સંજય વાણીયા અને શૈલેષ પરમારની ધરપકડ કરી હતી. આ હત્યાના કેસમાં અન્ય પાંચ શખ્સો હજુ ફરાર છે.

Ahmedabad ના બાવળામાં યુવકની હત્યામાં પોલીસે બે આરોપીને ધરપકડ કરી, પાંચ આરોપી હજુ ફરાર
Police have arrested two accused in murder of a youth in Bavla Ahmedabad five accused are still absconding
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 25, 2021 | 8:35 PM

અમદાવાદ(Ahmedabad)જિલ્લાના બાવળા(Bavla)માં થયેલી યુવકની હત્યા(Murder) કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહીત બે આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા કરવા પાછળનું કારણ આરોપીઓ મફતમાં ઈંડા ખાઈ પૈસા ન આપતા હોવાથી તકરાર થઈ હતી. તેમજ ત્યાર બાદ સાત લોકોએ ભેગા મળી ત્રણ જણા પર હુમલો કરી એક યુવકને મોત ઘાટ ઉતાર્યો હતો.

અમદાવાદ જિલ્લાના બાવળા રૂપાલ બાયપાસ રોડ પર સોમવાર સાંજે રાહુલ,સંજય અને કિશન નામના 3 યુવકો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાખોરોએ પાઇપ, દંડા સહિતના તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં રાહુલ ઠાકોર નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરતા સામે આવ્યું કે હુમલો કરનાર સાત શખ્સોએ ભેગા મળી આ હત્યાના ગુનાને અંજામ આપ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ હત્યા કરનાર મુખ્ય આરોપી સંજય વાણીયા તેના મિત્રો સાથે રાહુલ ઠાકોરની ઈંડાની લારી પર આવી મફતમાં ઈંડા ખાઈ જતો હતો અને તેના પૈસા આપતો ન હતો. જ્યારે સોમવારના રોજ પણ આરોપી સંજય ઈંડાની લારી પર પસાર થતા જ મૃતક રાહુલે અગાઉ બાકીના પૈસા માંગતા જ ઝઘડો કર્યો અને બાદમાં આરોપી સંજયે અન્ય લોકોને બોલાવીને રાહુલની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.

જો કે આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને હત્યાના આરોપી સંજય વાણીયા અને શૈલેષ પરમારની ધરપકડ કરી હતી. આ હત્યાના કેસમાં અન્ય પાંચ શખ્સો ફરાર છે. આ હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય વાણીયા સહિત સાત લોકોએ ભેગા મળી હત્યાના ગુનાને અંજામ આપી બાવળા થી ફરાર થઈ ગયા હતા.

જ્યારે પકડાયેલા આરોપી સંજયેની પૂછપરછમાં કબૂલાત કરી છે કે અગાઉના પૈસા મૃતક રાહુલ માંગતો હોવાથી ઝઘડો થયો હતો બાદમાં સાત લોકો ભેગા મળી રાહુલ સહીત 3 યુવકને મારીને ફરાર થઈ ગયા હતાં. જેમાં અન્ય બે યુવક ઇજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર અર્થે છે.

આ હત્યાના ગુનામાં પોલીસે અન્ય પાંચ આરોપી પકડવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. જ્યારે આ બે આરોપી વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : AHMEDABAD : લવ જેહાદ વિરુદ્ધના કાયદાની કલમ-5 પરની રોક હટાવવા હાઈકોર્ટમાં રજૂઆત

આ પણ વાંચો : શું અનિલ પરબે પોલીસને નારાયણ રાણેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો ? જુઓ Video

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">