Ahmedabad : અમરાઈવાડીમાં દુકાનદાર સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી, બેન્ક ખાતામાંથી ઉપડી ગયા 89 હજાર રૂપિયા

અમરાઈવાડીમાં જૂની દેના બેન્ક પાસે મધુરમ ધૂપ ભંડાર નામની દુકાન ધરાવતા મહાનભાઈ ભાવસાર સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. તેમના બેંક ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપડી ગયા છે. જે બાબતે મહાનભાઈએ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad : અમરાઈવાડીમાં દુકાનદાર સાથે થઈ ઓનલાઈન છેતરપિંડી, બેન્ક ખાતામાંથી ઉપડી ગયા 89 હજાર રૂપિયા
Cyber Crime
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 20, 2023 | 5:02 PM

Ahmedabad :  સરકાર દ્વારા ઓનલાઇન પેમેન્ટ (Online Payment) પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. અને તેને લઈને વિવિધ કંપનીઓ દ્વારા એપ્લિકેશનો પણ શરૂ કરાઇ છે. જેના કારણે લોકોને પેમેન્ટ કરવું સરળ બન્યું છે. પરંતુ આ વચ્ચે ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ પણ વધી રહી છે. આવો જ એક કિસ્સો અમરાઈવાડીમાં પૂજાપાની દુકાન ધરાવતા મહાનભાઈ ભાવસાર સાથે બન્યો છે. તેમના બેંક ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપડી ગયા છે. જે બાબતે મહાનભાઈએ પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો Ahmedabad: સાયન્સ સિટી ખાતે મિશન ચંદ્ર સ્પર્ધાનું કરાયુ આયોજન, વિદ્યાર્થીઓ જાતે બનાવ્યા ચંદ્રયાનના લેન્ડર અને રોવર

અમરાઈવાડીમાં જૂની દેના બેન્ક પાસે મધુરમ ધૂપ ભંડાર નામની દુકાન ધરાવતા મહાનભાઈ ભાવસાર સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ છે. શનિવારે તેઓ દુકાન બંધ કરીને જતા હતા ત્યારે તેમના icici બેંક ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપડી ગયાનો મેસેજ આવતા તેમને જાણ થઈ હતી. જોકે વગર ઓટીપી અને પ્રોસેસ વગર નાણા ઉપડી ગયા હતા તેથી તેમને ખાતામાંથી નાણાં ઉપડી ગયાની 15 મિનિટ બાદ મેસેજ જોતા જાણ થઈ હતી.

Burning Camphor : દરવાજા પર કપૂર સળગાવવાથી શું થાય ? જાણી લો
અર્જુન તેંડુલકરને દરેક મેચમાં 50 હજાર રૂપિયા મળશે
હોસ્પિટલ મસમોટા બિલ પકડાવે છે ? તો જાણી લો દર્દીના આ 3 અધિકાર વિશે, જુઓ Video
Video : સવારે મૂળા ખાવાથી છૂમંતર થશે શરીરની આ ગંભીર બીમારી
Airtel એ મુકેશ અંબાણીના Jio ને છોડ્યું પાછળ, આ છે કારણ
રશિયા મફતમાં આપશે કેન્સરની વેક્સિન, પણ ક્યારે આવશે?

બેન્ક ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપડી ગયા

આ અંગે મહાન ભાવસારે તપાસ કરતા તેમના ખાતામાંથી 89 હજાર રૂપિયા ઉપડી ગયા હતા અને બતાસી બેગમના ખાતામાં જમા થયા હતા. જે ટ્રાન્જેક્શનમાં એક મોબાઈલ નંબર પણ હતો. જેની તપાસ કરતા નાણાં ઉપડનારના મોબાઈલ નંબર ગુગલ પેમાં નાખતા નંબર રાજેશ મંડલ નામ બતાવતો હતો. જે મામલે દુકાનદારે પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

એટલું જ નહીં પણ મહાન ભાવસારને છેલ્લા એક વર્ષથી અલગ અલગ વ્યક્તિ પણ ફોન કરતા હોવાનું પણ દુકાનદારનું નિવેદન છે. કોઈ વ્યક્તિ આર્મી જવાનના નામે ઓર્ડર આપવાના બહાને પાંચ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેતો હતો તો કોઈ વ્યક્તિ paytmના નામે રિવર્ડ જમા થયા છે તે ઉપાડી લેવાનું કહેતો હતો. જેથી અગાઉ આવેલ ફોનના લોકોએ જ હાલમાં નાણાં ઉપાડ્યા હોવાની શંકા છે. દુકાનદારને આશા છે કે પોલીસ યોગ્ય તપાસ કરી તેમના નાણાં ઉપડી ગયા છે તે જલ્દી પરત કરાવશે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">