Ahmedabad Video : કર કપાતના દસ્તાવેજોમાં વિસંગતતાને લઇને 80 હજાર કરદાતાઓને નોટિસ ! ઓનલાઇન આપવો પડશે જવાબ
શહેરના 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department) નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ (Notice) અપાઇ છે.
Ahmedabad : અમદાવાદમાં કર કપાત (Tax deduction) મુદ્દે શહેરના 80 હજાર જેટલા કરદાતાઓને આવકવેરા વિભાગે (Income Tax Department) નોટિસ ફટકારી છે. કર કપાત માટે જરૂરી દસ્તાવેજ એકસરખા ન હોવાથી કરદાતાઓને નોટિસ (Notice) અપાઇ છે. કરદાતાઓને ઇપીએફ, વીમાનું વ્યાજ, લોન હપ્તા, શિક્ષણ ફી તેમજ એફડીમાં કર કપાતના દાવા અંગે નોટિસ અપાઇ છે.
ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય તે પહેલા કરદાતાઓએ ઓનલાઇન જ તેનો જવાબ આપવો પડશે. જો કે ટેક્સ નિષ્ણાતો આ નોટિસને રૂટિન પ્રક્રિયા ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે કરદાતાએ સબમિટ કરેલા રિટર્નમાં કોઇ વિસંગતતા જણાય તો કમ્પ્યુટરથી ઓટો સિસ્ટમ દ્વારા કરદાતાઓને આપોઆપ નોટિસ મળે છે. કરદાતાઓ માટે આ ચિંતાનો વિષય નથી. યોગ્ય જવાબ રજૂ કરતા જ નોટિસ રદ થઇ જશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos