કોચીમાં મોડલ સાથે સામૂહિક દુષ્કર્મ મામલે એકની ધરપકડ, મહિલા સહિત વધુ ત્રણ લોકોની શોધ ચાલુ

કોચીમાં 25 વર્ષની મોડલ સાથે કથિત ગેંગરેપના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આ જ કેસમાં એક મહિલા સહિત વધુ ત્રણ લોકોને શોધી રહી છે.

કોચીમાં મોડલ સાથે સામૂહિક દુષ્કર્મ મામલે એકની ધરપકડ, મહિલા સહિત વધુ ત્રણ લોકોની શોધ ચાલુ
પ્રતિકાત્મક તસવીર

કેરળ પોલીસે કોચીમાં 25 વર્ષની મોડલ સાથે કથિત ગેંગરેપના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ આ જ કેસમાં એક મહિલા સહિત વધુ ત્રણ લોકોને શોધી રહી છે. કોચીના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પોર્ન બનાવતી ગેંગનો ભાગ છે, જેના દ્વારા અનેક એડલ્ટ સાઇટ્સને વીડિયો વેચવામાં આવે છે. ધરપકડ કરાયેલા આરોપીનું નામ સલીમ કુમાર છે અને તેની વિરુદ્ધ આઈપીસીની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ઇન્ફોપાર્ક પોલીસે ગુનો નોંધી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે, એક મહિલા વિરુદ્ધ અપરાધ અને ષડયંત્રને ઉશ્કેરવાના આરોપ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મલપ્પુરમ સ્થિત મોડલ 28 નવેમ્બરે અહીં ત્રણ દિવસના ફોટોશૂટ માટે આવી હતી. તેણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તે અલપ્પુઝાના રહેવાસી સલીમ કુમારને પહેલાથી જ ઓળખતી હતી.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીએ 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર દરમિયાન તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપીઓએ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેનો ઉપયોગ પીડિતાને બ્લેકમેલ કરવા માટે કર્યો. તેણે આ વીડિયો લીક કરવાની ધમકી આપીને તેના પર ફરીથી બળાત્કાર કર્યો.

‘વાંધાજનક’ ફોટોશૂટનો ઇનકાર કર્યો

પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ મહિલાના રહેવા માટે લોજની વ્યવસ્થા કરી હતી. ફરિયાદ મુજબ, “શૂટના બીજા દિવસ પછી, ‘વાંધાજનક’ ફોટા અને વીડિયો શૂટ કરવાનો ઇનકાર કરવા બદલ આરોપીએ તેની સાથે ગેંગરેપ કર્યો. આરોપીએ તેણીને બ્લેકમેલ કરી કે તેઓ તેના ચિત્રો અને વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરશે અને જો તેણી પોલીસમાં ફરિયાદ નહીં કરે તેવું વચન આપે તો જ તેણીને જવા દેશે.

પહેલા પોતાની પત્ની અને ત્યાર બાદ તેના પ્રેમીની હત્યા કરી, આ રીતે ખુલ્યો હત્યાનો રાજ

ઉત્તરાખંડ (Uttarakhand)ની રાજધાનીમાં હત્યાનો એક વિચત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ આડસંબંધોને લઈ પહેલા પોતાની પત્નીની હત્યા કરી અને 20 દિવસ બાદ પત્નીના પ્રેમીની પણ હત્યા કરી નાખી. તે શખ્સે પોતાની પ્રેમિકા (Girlfriend) સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: BEL Recruitment 2021: ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: HAL Recruitment 2021: એન્જીનીયરીંગ ડીગ્રી કે ડીપ્લોમા કરેલ માટે એપ્રેન્ટીસશીપ માટે ભરતી, જાણો તમામ વિગતો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati