કુખ્યાત ગેંગસ્ટર કાલા જાઠેડીની દિલ્હી સ્પેશિયલ સેલે કરી ધરપકડ, જઠેડીની ગેંગમાં છે 200થી વધુ શૂટર્સ

કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની શુક્રવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર કાલા પર 7 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું

કુખ્યાત ગેંગસ્ટર કાલા જાઠેડીની દિલ્હી સ્પેશિયલ સેલે કરી ધરપકડ, જઠેડીની ગેંગમાં છે 200થી વધુ શૂટર્સ
ફાઈલ ફોટો

કુખ્યાત ગેંગસ્ટર કાલા જઠેડીની શુક્રવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગેંગસ્ટર કાલા જઠેડી પર 7 લાખનું ઈનામ રાખવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે કુખ્યાત ગેંગસ્ટર વિરુદ્ધ દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઘણા કેસ નોંધાયેલા છે. તે જ સમયે, જઠેડીની ગેંગમાં 200 થી વધુ શૂટર્સ પણ જોડાયેલા છે. કાલા જઠેડી તાજેતરમાં ઓલિમ્પિક વિજેતા અને હવે હત્યાના આરોપી રેસલર સુશીલ કુમાર સાથેના કનેક્શનને કારણે ચર્ચામાં આવ્યો હતો.

દેશના 5 રાજ્યોની પોલીસ દ્વારા ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાઠેડીની શોધખોળ ચાલી રહી હતી. તેના પર લાખો રુપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2020માં ગુડગાંવ પોલીસ વાન પર હુમલો કર્યા બાદ સંદીપ ઉર્ફે કાલા જઠેડી છેલ્લા ઘણા મહિનાઓથી સહારનપુરમાં છુપાયો હતો. ત્યારે શુક્રવારે બપોરે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આરોપી કાલાની સહારનપુરથી ધરપકડ કરી હતી.

સાગર ધનખડની હત્યા સુશીલ કુમાર દ્વારા કરવામાં આવી હતી તેની સાથેનો અન્ય કુસ્તીબાજને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. તેનું નામ સોનુ મહાલ હતું. ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીનો પિતરાઇ ભાઇ છે. સોનુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાલાની ગેંગ ઓપરેટ કરે છે. કાલા જઠેડી ધરપકડના ડરથી ભારતમાં નહીં પણ દુબઈમાં છુપાયેલો હતો. પરંતું હવે તેના ઝડપાઈ ગયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે. કાલાની ધરપકડ પહેલા પોલીસે તેની જ ગેંગના કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.

 

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Click on your DTH Provider to Add TV9 Gujarati