રાજકોટમાં છેડતીના મુદ્દે થઇ હત્યા, પાડોશીએ કરી પાડોશીની હત્યા
રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે સુલેમાન અને મયંક પાડોશમાં રહે છે, આજે બપોરના સમયે મયંક તેના ઘરે હતો. ત્યારે સુલેમાન તેના ઘરે આવ્યો હતો. સુલેમાને મયંકને કહ્યું હતુ કે તું મારી ભત્રીજીને ગાળો કેમ આપે છે,તેની છેડતી કેમ કરે છે.
Rajkot : આપણો પહેલો સગો પાડોશી કહેવાય છે. પરંતુ રાજકોટમાં એક પાડોશીએ જ પાડોશી હત્યા (Murder) કરી નાખી. રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં મૃતકે હત્યારાની ભત્રીજીની છેડતી ભારે પડી અને બનાવ હત્યામાં પલટાયો, હત્યા કર્યા બાદ પોલીસે (police) હત્યારાને ગણતરીની મિનીટોમાં પકડી પાડ્યો છે. રાજકોટના રૂખડિયાપરા વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાના સમયે હત્યાનો એક બનાવ બન્યો. આસપાસના રહેવાસીઓએ હત્યાના આ બનાવ અંગે પોલીસને જાણ કરી.પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો, જ્યાં જોવા મળ્યું રૂખડિયાપરા રેલવે સ્ટેશન નજીક એક ઓરડીમાં તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાયેલી હાલતમાં એક યુવકની લાશ પડી છે.
જેના આધારે પોલીસે તપાસ કરી.પોલીસ તપાસમાં મૃતકનું નામ મયંક શ્રીકાંત સિંદે હોવાનું સામે આવ્યું. પોલીસની પ્રાથમિક પુછપરછમાં હત્યા તેના પાડોશમાં જ રહેતા સુલેમાન પલેજા નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું. જેના આધારે પોલીસે સુલેમાનની શોધખોળ શરૂ કરી અને માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જવાના રસ્તા પરથી પકડી પાડ્યો હતો. જેના આધારે પોલીસે સુલેમાનની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી.
કેવી રીતે કરી હત્યા ?
રાજકોટના ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું કે સુલેમાન અને મયંક પાડોશમાં રહે છે, આજે બપોરના સમયે મયંક તેના ઘરે હતો. ત્યારે સુલેમાન તેના ઘરે આવ્યો હતો. સુલેમાને મયંકને કહ્યું હતુ કે તું મારી ભત્રીજીને ગાળો કેમ આપે છે,તેની છેડતી કેમ કરે છે. સુલેમાનની આ વાતથી મયંક ઉશ્કેરાય ગયો હતો. અને બંન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જે બાદ સુલેમાને પોતાના પાસે રહેલી છરીના ઉપરાછાપરી ઘા મારીને મયંકને મોતને ઘાટ ઉતારીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
શું છે સુલેમાનનો ગુનાહિત ઇતિહાસ ?
હાલ સુલેમાન પોલીસના સકંજામાં છે.પોલીસના કહેવા પ્રમાણે સુલેમાન અગાઉ પ્રોહિબીશન અને લૂંટ તથા મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હત્યા પાછળ હાલમાં હત્યારાની ભત્રીજી સાથે કરાયેલી છેડતી હોવાનું જ સામે આવ્યું છે. જોકે પોલીસ હત્યા પાછળ અન્ય કોઇ કારણ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે. જોવાનું રહેશે સુલેમાનની પુછપરછમાં ક્યાં નવા ખુલાસાઓ થાય છે.
આ પણ વાંચો : કિશન ભરવાડ હત્યા કેસ: દિલ્હીના મૌલવી કમર ગનીની ATSએ કરી ધરપકડ, ધંધુકા ગામ સજ્જડ બંધ જોવા મળ્યુ
આ પણ વાંચો : RAJKOT : યુવતીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બિભસ્ત વિડીયો અપલોડ કરાયો